________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૨] ઉત્સવપૂર્વક સ્થાનકવાસી જૈન સંપ્રદાયનું દીક્ષાજીવન અંગીકૃત કર્યું
હતું.
દીક્ષા લઈને તુરત જ ગુરુદેવશ્રીએ શ્વેતાંબર આગમોનો સખત અભ્યાસ કરવા માંડયો. તેઓ સંપ્રદાયની શૈલીનું ચારિત્ર પણ ઘણું કડક પાળતા. થોડા જ વખતમાં તેમની આત્માર્થિતાની, જ્ઞાનપિપાસાની ને ઉગ્ર ચારિત્રની સુવાસ સ્થાનકવાસી સંપ્રદાયમાં એટલી બધી ફેલાઈ ગઈ કે સમાજ તેમને કાઠિયાવાડના કોહિનૂર' –એ નામથી બિરદાવતો થયો.
ગુરુદેવશ્રી પ્રથમથી જ તીવ્ર પુરુષાર્થી હતા. ગમે તેવું આકરું ચારિત્ર પાળીએ તોપણ કેવળી ભગવાને જો અનંત ભવ દીઠા હશે તો તેમાંથી એક પણ ભાવ ઘટવાનો નથી”—એવી કાળલબ્ધિ ને ભવિતવ્યતાની પુરુષાર્થહીનતાભરી વાતો કોઈ કરે તો તેઓ તે સાંખી શકતા નહિ અને દઢપણે કહેતા કે “જે પુરુષાર્થી છે તેને અનંત ભવ હોય જ નહિ, કેવળી ભગવાને પણ તેના અનંત ભવ દીઠા જ નથી, પુરુષાર્થીને ભવસ્થિતિ આદિ કાંઈ નડતું નથી”. “પુરુષાર્થ, પુરુષાર્થ ને પુરુષાર્થ ' એ ગુરુદેવનો જીવનમંત્ર હતો.
દીક્ષા પર્યાય દરમ્યાન તેમણે શ્વેતાંબર શાસ્ત્રોનો ઊંડા મનન-પૂર્વક ઘણો અભ્યાસ કર્યો. છતાં જેની શોધમાં તેઓ હતા તે તેમને હજુ મળ્યું નહોતું.
વિ. સં. ૧૯૭૮માં વિધિની કોઈ ધન્ય પળે દિગંબર જૈનાચાર્ય શ્રીમદભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત શ્રી સમયસાર નામનો મહાન ગ્રંથ પૂર્વભવના પ્રબળ સંસ્કારી એવા આ મહાપુરુષના કરકમળમાં આવ્યો. તે વાંચતાં જ તેમના હર્ષનો પાર ન રહ્યો. જેની શોધમાં તેઓ હતા તે તેમને મળી ગયું. ગુરુદેવશ્રીના
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com