________________
[૧૦]
માશીબાને વિનયપૂર્વક સમજાવતઃ “માશીબા ! જેને ધર્મ કહેવામાં આવે છે એમાં અધર્મ ન હોય. નવો યુગ આવે છે. જેમાં ધર્મ ધર્મ વચ્ચે ઝગડા ન હોય, મત મતાંતર ન હોય, વાદવિવાદ ન હોય, ભેદભાવ ન હેય”
મારા આ શબ્દો પર એ વષ્ણવ હૃદય વિચાર કરતું થયું. મેં એમને ધર્મોનું સાચું દર્શન કરાવવા વધુ પ્રયત્નો કર્યા એમાં હું સફળ થયો ને પરિણામે એમણે નીચેની મારી કાવ્ય પંકતિઓને વધાવીઃ
સર્વ ધર્મના સૂત્રમાં,
સત્ય પ્રેમ ને નેક; જુદા જુદા માર્ગ છે,
અંતે એકનું એક. જન સાધુઓના કૃપાપાત્ર તરીકે, વિલેપારલેમાં પોતાના શિષ્યમંડળ સહિત પધારેલા આપણા મહાન જ્યોતિર્ધર પૂ. વિજયધર્મ સુરિજી મહારાજના વ્યાખ્યાન પ્રસંગે જન આગેવાનોએ મને બોલાવ્યો.
ત્રીસ વર્ષ પહેલાંનાં એ પ્રભાતનું પ્રથમ દર્શન આજે પણ હું ભૂલત નથી. ધર્મધર્મ વચ્ચેની સમાનતાની મૂર્તિ સમા એ ગુરુવાર વિજયધર્મસૂરિનાં વ્યાખ્યાનોએ તથા એ મહાન ગુરુના વિદ્વાન શિષ્યમંડળે હું વધુ ને વધુ આકર્ષાયો ને સાક્ષર સાધુઓની સંસ્થાને પણ હું કૃપાપાત્ર બન્યો.
એકૃપા મારા પર ચાલુ રહી તે આજ દિવસ સુધી એ જ ભાવ અને એજ પ્રેમ અખંડિત ચાલુ રહ્યો છે. મારા પર પ્રભુની એ પરમ કૃપા છે એમ હું માનું છું.