________________
આદિ વચન
ભારતવર્ષના રમણિય બગીચા સરીખું ગુજરાન આજે જગતમશહુર છે. ગુજરાત સંત મંહતોની ભૂમિ હોવાથી કવિઓ એને પુણ્યભૂમિ કહે છે અને સાચે જ ગુજરાત એ ઉપમાને ઉજજવળ બનાવે એવા સંતના ઈતિહાસની અણમૂલી સામગ્રી જગત સમક્ષ આજે ધરી શકે તેમ છે.
ત્રીસેક વર્ષ પહેલાંની વાત છે. વિરાગની પરમદશાએ પહોંચેલા જૈન સાધુઓના કૃપાપાત્ર થવાની એ વખતે મને અનેક તક સાંપડતી. મહાવીર જન્મદિન હોય કે જિન ધર્મને લગતી અન્ય કોઈ પણ સમારંભ હોય એમાં વ્યાખ્યાન આપવા માટે વારંવાર માટે જવાનું થતું. બહુ ભાવથી અને પ્રેમપૂર્વક સમારંભમાં હું હાજરી આપતો.
મારાં ચુસ્ત વૈષ્ણવ ગણાતાં માશીબા એ વખતે મને કહેતાં કે “ દીકરા ! જૈનોના અપાસરામાં આપણાથી ન જવાય.” હું એ