________________
ફસાયો છું સ્વયં સ્વભાવ સિવાય તારું કંઈ નથી. એ સર્વેનો ગોટો વાળીને તારામાં જ વિશ્રામ કર. ત્યાં તને પરમ શાંતિ મળશે.
રામ નિગ્રંથ મુનિ બન્યા, દેવલોકમાં સીતાજીએ અવધિજ્ઞાનમાં જોયું, પૂર્વ જન્મની અત્યંત પ્રીતિના લગાવના સંસ્કાર સાથે આવે છે. સીતાજીએ વિચાર્યું કે અરે ! રામ તો મુક્તિ પામશે, પછી મને કયાં મળશે ! માટે તેમને ધ્યાનમાં અવરોધ ઉભો કર્યો, જેથી રામ નિર્વાણ ન પામે. હજી થોડો વખત તેમનો સંપર્ક રહે પછી નિર્વાણ સાથે પામશું.
ગાઢ પ્રીતિનો સંસ્કાર સમકિતધારી જીવને પણ મૂંઝવે છે. આશય નિર્વાણનો હતો. જગતના સુખભોગનો ન હોવા છતાં રામ સાથે રહેવાનો મોહ જમ્યો. રામ તો ધ્યાનમાં લીન છે. સીતાએ અનુકૂળ ઉપસર્ગ કર્યો, હે રામ! બચાવો તેવા ઉદ્દગાર કાઢે છે. પરંતુ રામ તો અંતરાત્મામાં સ્થિર છે ત્યાં સીતા કોણ અને બચાવનાર કોણ? રામ દઢ રહ્યા એકત્વ સાચું કર્યું.
એકત્વ ભાવના : (હરિગીત) જન્મ મરે જીવ એકલો, વળી એકલો સુખદુઃખ વિશે સંબંધ કોઈને કાંઈ ના આયુષ્ય પૂર્ણ થતાં અરે ભાર્યા ન જાયે સંગ, ને પરિવાર પણ મરઘટ સુધી પત્ની, પિતા ને પુત્ર, નિજ નિજ સ્વાર્થને રોવે અહીં પંખી કરે જયમ રાતવાસો, વૃક્ષની શાખા પરે, મેળા મહીં આ જિંદગીના, જીવ જાણવો એવી રીતે, ગજ એક વા ગજ બે ઊડી, અંતે અરે થાકી જતાં ચાલી પડે આ આત્મપંખી, કોઈ ન સંગી સાથમાં.
અન્યત્વ ભાવના : (હરિગીત) ભ્રમ કારણે આ આત્મમૃગ ભવવન વિશે રખડે અરે પણ ઝાંઝવાનાં નીર આ તો, પ્યાસ ના એની છીપે નીર ના મળે ને થાકી જઈ અંતે ગુમાવે પ્રાણ તે પર વસ્તુ માને નિજની કે ભેદ એને ના દિસે. ચેતન સ્વયં તુ, દેહ નહીં, એ જડ, તું તો જ્ઞાની છે. દિસે એક (અભિન્ન), ભિન્ન પડે યતનથી, જેમ નીર ને ક્ષીર છે. છે રૂપ તારું સૌથી ન્યારું, ભેદ જ્ઞાનથી તું જાણ એ. સામર્થ્ય સંપૂરણ થકી ઉદ્યમ સદા તું ધાર રે.
ચિંતનયાત્રા Jain Education International
૩૭ For Private & Personal Use Only
એકત્વ ભાવના www.jainelibrary.org