________________
કેવો મહત્વનો છે. સાધકમાં નમ્રતાનો, સર્વજીવોમાં સમાનતાનો ગુણ પ્રગટ થાય છે. ગુણીજનોનું બહુમાન થાય છે. અલ્પાધિક ગુણવાળા, પોતાના કરતા હીન ગુણવાળા, સ્વધર્મી કે પરધર્મી હોય તો પણ આ દૃષ્ટિવાળા સાધકને પ્રમોદભાવ હોય છે. યોગષ્ટિ એ મોક્ષમાર્ગનું અંગ છે, તેમાં ગુણ પ્રત્યે દ્વેષ થાય તો તે બાધક બને છે.
વળી દેવગુરુ કે ધર્મમાં કુશળતાપૂર્વક તેની શાસ્ત્રાનુસારી પરખ કરીને નિરપેક્ષભાવે ગુણાનુરાગ કરવાનો છે. તેમાં મારા કે અન્યના એવો ભેદ પડતો નથી. પરંતુ તે તે સ્થાને તે પ્રમાણે ગુણનું માહાત્મ્ય છે. હીનગુણનો અર્થ ઉન્માર્ગી નથી પણ માર્ગાનુસારિ જેવા ગુણો લેવાના છે. એવા ગુણો ન હોય તો તે પ્રત્યે તિરસ્કાર ન કરતા ઉદારતા રાખવી.
“એ પ્રસંગથી મે કહ્યું, પ્રથમ દૃષ્ટિ હવે કહીએ રે, જિહાં મિત્રા તિહાં બોધ જે, તૃણ અગ્નિસો લહીએ રે, વ્રત પણ યમ ઈહાં સંપજે, ખેદ નહીં શુભ કાજ રે, દ્વેષ નહીં વળી અવરશું, એહ ગુણ અંગ વિરાજે રે.'' -આ. દે. સજઝાય, ઉ. શ્રી યશોવિજયજી. યોગાંગ (યમ) : મિત્રાદેષ્ટિની વિશેષતાએ પરમાર્થ માર્ગની રૂચિ હોવાથી પ્રથમ તો તેને હેય ઉપાદેયનો કંઈક તાત્વિક વિવેક છે. જો કે હજી તેને સંસારત્યાગ જેવા સંયમનું બળ પેદા નથી થતું. પરંતુ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જેવા મહાવ્રતોમાં પૂર્ણ શ્રદ્ધા છે. પાલન કરી શકતો નથી તેનો ખેદ છે.
આ દૃષ્ટિમાં બોધ અલ્પ છે, પરંતુ ભાવ ઉત્તમ છે. સંસારી છે એટલે સંસારના સુખનો રાગ છે. તેથી હિંસાદિ જેવા દોષોનું સેવન થાય છે, પરંતુ તેનો તેને રંજ છે. આથી અહિંસાદિ વ્રત પાળવામાં જાગૃત હોય છે.
હજી સંસારમાં છું. હિંસા અસત્યાદિ થાય તો વાંધો નહીં, અથવા મોટી હિંસા ન કરું પણ નાની હિંસા થાય તો ચાલે તેવી શિથિલવૃત્તિવાળો નથી. શકય તેટલું વિવેકપૂર્વક આચરણ કરે છે. હિંસાદિ અલ્પ થાય તેવા પ્રકારે જરૂરિયાતના સાધનોમાં સાવચેતી રાખે છે.
આ દૃષ્ટિમાં સાધુજનો પણ હોય છે. તેમાં કોઈ માત્ર બાહ્યપણે મહાવ્રતોનું પાલન કરે છે. તેઓ પ્રથમ ગુણસ્થાનકે હોવાથી સર્વવિરતિના આંતરિક પરિણામયુક્ત નથી. સમ્યગ્દષ્ટિ જેવો વિવેક, કે સૂક્ષ્મબોધ, સ્વરૂપલક્ષ ન હોવાથી તેમની ચર્યામાં નિર્મળતા નથી. તેથી કક્ષામાં અંતર પડે છે. મહાવ્રતોના પાલનમાં માત્ર રૂચિ જ હોય, કેટલાકને માત્ર બાહ્ય પ્રવૃત્તિ જ હોય, કેટલાકને ચિત્તની સ્થિરતા થઈ હોય અને કેટલાક મહાવ્રતમાં
યોગદૃષ્ટિ સમુચ્ચય
Jain Education International
૨૦૩
For Private & Personal Use Only
મિત્રાદૃષ્ટિ www.jainelibrary.org