________________
- ૩. બલાદેષ્ટિ
પ્રથમની મિત્રો અને તારા બે દૃષ્ટિમાં બોધ-હિતાહિતનો વિવેક અતિ અલ્પ હતો. તેના કરતાં આ બલાદેષ્ટિમાં બોધનું બળ વિશેષ છે. ધર્મમાર્ગમાં દઢતા વધે છે તેથી બળવર્ધક આ દૃષ્ટિનું નામ “બલા' સાર્થક છે.
આ દૃષ્ટિમાં (૧) બોધ-wઠના અગ્નિણ જેવો (૨) ક્ષેપ દોષક્ષય (3) ગુણપ્રાપ્તિ તત્ત્વશુશ્રુષા (૪) ત્રીજું યોગાંગ-સુખાસન
બોધ : બલાદેષ્ટિનો બોધ કાષ્ઠના અગ્નિ જેવો છે. તે તૃણ અને છાણના અગ્નિ કરતાં વધુ સમય ટકે છે અને તેનું બળ પણ વિશેષ છે. ભૌતિક ભોગનો યોગ છતાં તેની હેયબુદ્ધિ જાગૃત હોય છે. આથી સ્વર્ગના સુખમાં પણ તેને આસક્તિ કે ઉપાદેયબુદ્ધિ થતી નથી.
હજી તેણે સંસારનો ત્યાગ કર્યો નથી પણ તેની શ્રદ્ધા બળવાન છે કે મોક્ષમાર્ગ જ ઉપાદેયં છે પૂરો સંસાર હેય છે. આથી શુભનો સાનુબંધ સબળ પડે છે. અને પાપનો નવો અનબંધ નબળો પડે છે, એ ઉપરાંત પૂર્વે બંધાયેલા અશુભ મોં ખપતા જાય છે. પ્રથમની બે દૃષ્ટિમાં ધર્મમાં રૂચિ પેદા થઈ હોય છે, પણ ભોગ માત્ર હેય છે, છોડવા જેવો જ છે તેવી દઢતા નથી હોતી. વિષય કષાયનું જોર અધિક હોય છે. આથી શુભનો સાનુબંધ અને નિર્જરા અતિ અલ્પ હોય છે. બલાદેષ્ટિમાં તેની માત્રા વિશેષ હોય છે. સાનુબંધ એટલે સાંકળોના જોડાણની જેમ એક ગુણધર્મ અન્ય ગુણ કે ધર્મનું જોડાણ કરી આપે. આ દૃષ્ટિમાં સદ્ગુરુની નિશ્રામાં પરમપ્રેમ-ભકિતભાવ, હોય છે. આધ્યાત્મિક શાસ્ત્રો પ્રત્યે અપૂર્વ રૂચિ જન્મે છે ગુરુ આજ્ઞા શિરોમાન્ય હોય છે. અન્ય ધર્માનુષ્ઠાનમાં દઢતા હોય.
દોષક્ષય-ક્ષેપ : વિક્ષેપ, વિલંબ ધર્મક્રિયામાં સાંસારિક ભોગનું ચિંતન થવું તે પદોષ (વિક્ષેપ). સામાયિક જેવા અનુષ્ઠાનમાં વ્યાપાર, વ્યવહાર, ગૃહકાર્યની વિચારણા ચાલે ત્યારે સમભાવરૂપ સામાયિકમાં ચિત્ત ચંચળ બને તે વિક્ષેપ છે. તેમ દરેક ધર્મક્રિયા માટે જાણવું. આ દૃષ્ટિવાળા જીવને સાંસારિક વ્યવહાર હોય છે. પરંતુ યોગમાર્ગમાં દઢતા હોવાથી ધાર્મિક ક્રિયા દત્તચિત્ત-સાવધાનપણે કરી શકે છે. તેમાં વિલંબ પણ થતો નથી કે ચિત્ત વ્યાકુળ થતું નથી કે આ વિધિકિયા કયારે પૂરી થશે. તે તે ક્રિયામાં વિશેષ ઉલ્લાસ વર્તે છે. પ્રથમની બે દૃષ્ટિમાં હજી ભોગબુદ્ધિ હતી તેથી ધર્મક્રિયામાં એકાગ્રતા ટકતી ન હતી. પૂર્વની બે દૃષ્ટિ કરતા આ દષ્ટિમાં વૈરાગ્યની માત્રા વધુ છે એટલે સાંસારિક ભોગોનું પ્રલોભન, કે વિષયોનું તીવ્ર આકર્ષણ થતું નથી. દેવી સુખો કે અપ્સરા તેને ચલાયમાન કરતી નથી. યોગદષ્ટિ સમુચ્ચય
૨ ૨ ૨. For Private & Personal Use Only
બલાદેષ્ટિ www.jainelibrary.org
Jain Education International