________________
ચિંતન, ભાવના કે અનુપ્રેક્ષા હોય છે. વળી પાછા ધ્યાનમાં લીન થાય. આમ નિરંતર ક્રમ ચાલતો રહે છે આથી આ દૃષ્ટિના બોધને ધ્યાનનો હેતુ કહ્યો છે.
પ્રભાષ્ટિમાં અધિકારી પાય મુનિજનો છે, જેમનો દેહાધ્યાસ મટી ગયો છે, વળી પ્રશસ્ત કષાય, દાન, પરોપકાર આદિનો વિકલ્પ પણ નથી. નિર્વિકલ્પદશામાં રહી સમતાના સુખને અનુભવે છે. પરંતુ જયારે સવિકલ્પદશામાં આવે ત્યારે દયાદિ ભાવો થાય તો તે નિઃસ્પૃહભાવ હોય છે. તીર્થંકર પરમાત્મા દીક્ષા ગ્રહણ કરે ત્યારથી તેઓને સાતમી પ્રભાષ્ટિ હોય છે. આથી જગતના વ્યવહારોથી તદ્દન નિરપેક્ષ રહે છે. ઈચ્છા માત્રનો અભાવ હોવાથી આત્મરમણતામાં લીન હોય છે. કર્તાભાવનું સ્વામીત્વ છૂટી ગયું હોય છે. - શ્રી શાસ્ત્રકારે આ ધ્યાનદશાનું અદ્ભુત વર્ણન કર્યું છે. સામાન્ય જીવો માટે કલ્પનાતીત દશા છે. સાધકને માટે પ્રેરણાદાયી છે. આ દૃષ્ટિમાં ધ્યાનજન્ય પરમસુખ હોય છે. તે કેવું છે !
કામના (વિષયો)ના સાધનોને જિતનારું, અર્થાત વિષયના ક્ષણિક અને વિકારી સુખ કરતા ઉલટા પ્રકારનું એટલે સ્વભાવજન્ય, સ્વાધીન અને નિર્દોષ સુખ છે. જેમાં આત્માનુભૂતિનો પરમ આનંદ હોય છે. સ્પર્ધાદિ ઈન્દ્રિયજન્ય સુખ તે સુખ નથી સુખાભાસ છે, તેમજ આસક્તિ પેદા કરાવી પાપ બંધાવનારા છે. વળી સ્વરૂપરમણતામાં બાધક છે તેથી આ ધ્યાન દશાવાળા યોગીજનો તેનો સર્વથા ત્યાગ કરે છે.
આ દષ્ટિવાળા મુનિરાજને ભેદવિજ્ઞાનનું નિશ્ચયબળ હોય છે. ધ્યાનજન્ય આત્માનુભૂતિનું સુખ અનુભવે છે તે અપેક્ષાએ ઉચ્ચકોટિના દેવોના સુખોને પણ ઉલ્લંઘી જાય છે. ભેદવિજ્ઞાનના વિવેકથી સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનો ભેદ યથાતથ્ય જાણે છે. ચેતન દ્રવ્યમાં પૌગલિક પદાર્થનો પ્રવેશ જ નથી. તો તે સ્વદ્રવ્ય કેમ થઈ શકે? આત્મદ્રવ્ય સિવાય સર્વ જીવ અજીવ પદાર્થો તેના ભાવો બંધનકર્તા જાણી દુઃખદાયક અને હેય માને છે, અને જ્ઞાન દર્શન આદિ સ્વભાવને ઉપાદેય જાણે છે. આથી આત્મગુણોના અનુભવરૂપ સ્વાધીન સહજાનંદને માણે છે. પરમસુખને અનુભવે છે. બધી જ અવસ્થામાં તે સહજ સુખના સ્વામી છે. “સઘળું પરવશ તે દુઃખ લક્ષણ, નિજ વશ તે સુખ લહી એ રે, એ દેણે આતમગુણ પ્રગટે, કહો સુખ તે કુણ હીએ રે.”
આ યોગી મહાત્માઓની ધ્યાનદશાની નિર્મળતા પણ આશ્ચર્યકારી યોગદષ્ટિ સમુચ્ચય
પ્રભાષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org