________________
છતાં આશ્ચર્યજનક અપવાદ બને છે. કોઈને અમુક પ્રકારની બાહ્યક્રિયા ચાલું હોય અને આત્માના પૂર્વની આરાધનાના બળે વર્તમાનમાં તેનો આવિર્ભાવ થતા દ્રવ્ય-બાહ્યક્રિયા થતી હોય ત્યારે શ્રેણિએ આરૂઢ થાય. યદ્યપિ શુકલધ્યાનદશા તો હોય છે. ક્વચિત તેવા દેષ્ટાંત જાણવા મળે છે. અંતે બાહ્ય ક્રિયાપણ વિસર્જન થાય છે.
આઠમા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધી ક્ષયોપશમભાવ પરાકાષ્ઠાવાળો થઈને તેરમે-ચૌદમે ગુણસ્થાનક ક્ષાયિકભાવનો બોધ પ્રવર્તે છે. ક્ષયોપશમભાવ તે તે સ્થાને કર્મ ઉદય સાપેક્ષ છે. ક્ષાયિકભાવ કર્મ ઉદય રહિત છે. આ સ્થાને આલંબનની આવશ્યકતા રહેતી નથી. આત્મિક પરિણામની શુદ્ધતાના બળે સામર્થ્યયોગ પ્રગટ થાય છે. તેના બે ભેદ છે. (૧) ધર્મ સશ્યાસ (૨) યોગ સભ્યાસ
ધર્મ સન્નયાસ : છઠ્ઠા ગુણસ્થાનકના પ્રારંભમાં પ્રવજયા સમયે જે ધર્મ સભ્યાસ કહ્યો છે તે ઔપચારિક અને અસ્થિર હતો. તેમાં શ્રાવકને યોગ્ય જે દ્રવ્યદયાદિ ધર્મકૃત્યો હતા તેનો સાધુ જીવનમાં સશ્વાસ હોય છે. જેમકે દ્રવ્યપૂજા ન હોય પણ ભાવપૂજા હોય. સાંસારિક પ્રવૃત્તિ ન હોય ધાર્મિક ક્ષેત્રે પણ પ્રાઃયે નિવૃત્તિ હોય.
સાતમી દૃષ્ટિમાં સામર્થ્યયોગનો પ્રારંભ માત્ર હતો. શ્રેણિમાં જે સભ્યાસ છે તે નિરૂપચરિત, તાત્ત્વિક છે. ક્ષયોપશમિક ધર્મનો ત્યાગ કરીને ક્ષાયિક ગુણો પ્રાપ્ત થાય છે. આત્મિક ગુણોને પ્રગટાવવા માટે ચારે ઘાતીકર્મોના ક્ષયોપશમાદિની વિશેષ આવશ્યકતા છે. અહીં કેવળ પુણ્યોદય કાર્યકારી નથી. ઘાતીકર્મોના ક્ષયોપશમ સમયે પુણ્યપ્રકૃતિઓ માત્ર સહાયક બને છે. જેમકે શાતાવેદનીય, સુભગ નામકર્મ વગેરે.
વિશિષ્ટ શુદ્ધોપયોગ દ્વારા ઘાતીર્માંનો નાશ થતા સર્વજ્ઞ ભગવાનને બધીજ લબ્ધિઓ ગુણો ક્ષાયિભાવના થાય છે. સ્વયં કૃતકૃત્ય થાય છે. હવે બાહ્ય પૂજા પરોપકારાદિ કોઈ ઉત્સુક્તા રહેતી નથી. તેમની ઉપસ્થિતિ જ ક્લ્યાણકારી બને છે.
પ્રથમ સામર્થ્યયોગ અન્વયે ધર્મસથ્યાસ પ્રવર્તે છે. અર્થાત આશયપૂર્વક કોઈ ક્રિયા હોતી નથી. જેમકે દોષોના પ્રાયશ્ચિત માટે પ્રતિક્રમણાદિ ધર્મકરણી સંભવતી નથી કારણકે તેમની જીવનશુદ્ધિ સહજભાવે મોહનીયકર્મનો ઉદય સત્તામાંથી ક્ષય કરી લે છે. તે બારમું ગુણસ્થાન હોય છે.
બારમા ગુણસ્થાને પૂર્ણ વીતરાગ થઈ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય
યોગદૃષ્ટિ સમુચ્ચય
Jain Education International
૨૮૭
For Private & Personal Use Only
પરાષ્ટિ
www.jainelibrary.org