Book Title: Granthtraya Anushilan
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 291
________________ : ૮. પરાષ્ટિ યોગની આઠ દૃષ્ટિમાં આ આખરી શ્રેષ્ઠ રત્નત્રયીના બોધયુક્ત આધ્યાત્મિક વિકાસપૂર્ણ પરાષ્ટિ છે. પર=શ્રેષ્ઠ, પરમ, પરા દૃષ્ટિ=રત્નત્રયીનો બોધ. આ દૃષ્ટિમાં આત્મા પૂર્ણજ્ઞાનરૂપ કેવળજ્ઞાન અને કેવળદર્શન તથા પૂર્ણ વિતરાગ ચારિત્રરૂપ અયોગદશાને પ્રાપ્ત કરે છે. તેથી પરાદેષ્ટિ નામ સાર્થક છે. (૧) બોધ ચંદ્રના પ્રકાશ જેવો (૨) આસંગ દોષ ત્યાગ (૩) સાભીકૃત પ્રવૃત્તિ (સહજદશા) (૪) આઠમું યોગાંગ સમાધિ. બોધ : સાતમી દષ્ટિમાં બોધ સૂર્યના પ્રકાશ જેવો હતો આ દૃષ્ટિમાં ચંદ્રના પ્રકાશ જેવો છે. વાસ્તવમાં જો નજીક જઈને જોવામાં આવે તો ચંદ્રનો પ્રકાશ વધુ ઉજ્જવળ છે. તેમજ શીતળ અને સૌમ્ય છે. - જ્યોતિષી દેવોમાં ચંદ્રદેવ વધુ સમૃદ્ધ છે. તેમનું વિમાન સર્વશ્રેષ્ઠ રત્નોનું બનેલું છે. તેના તળીયાનો પ્રકાશ તે આ ચંદ્રનો પ્રકાશ છે. તેથી પરાષ્ટિના બોધને ચંદ્રના પ્રકાશની ઉપમા આપવામાં આવી છે. સાતમી દૃષ્ટિમાં બોધ ધ્યાનના હેતુવાળો હતો આ બોધ ધ્યાનરૂપ જ છે. આઠમી દષ્ટિમાં સંપૂર્ણ નિર્વિકલ્પદશા છે. એટલે પરાકાષ્ઠાની સમાધિદશા હોય છે. મુનિ આ દશામાં આત્મિક સુખની અનુભૂતિ કરે છે. શુભરૂપી પરભાવનો પણ આસંગ દોષ નથી. આત્માની સહજ સ્વગુણરમણતા સ્વરૂપ પ્રવૃત્તિ છે. પ્રતિક્રમણાદિ જેવી પ્રવૃત્તિ કે અન્ય વિકલ્પ બુદ્ધિપૂર્વક કરવા પડતા નથી. આ દશાનું વર્ણન વચનાતીત છે. ધન્ય હો યોગીદશાને. યોગ્ય દેશકાળને અનુરૂપ સાતમે ગુણસ્થાનકે ચારિત્રમોહનીયનું ચરમયથાપ્રવૃત્તકરણ હોય છે, પછી અપૂર્વકરણથી ક્ષપકશ્રેણિ માંડે ત્યારે નિર્વિકલ્પદશારૂપ આ આઠમી દૃષ્ટિનો પ્રારંભ થાય છે. તે ચૌદમાં ગુણસ્થાનકની શૈલેશી અવસ્થા સુધી છે. શ્રેણિનો કાળ અંતર્મુહૂર્તનો છે. આ શ્રેણિમાં જીવ ધ્યાનસ્થ છે. કોઈપણ ધર્માનુષ્ઠાનનો અહીં વિકલ્પ નથી. કારણકે અનુષ્ઠાન દ્વારા જે સિદ્ધ કરવાનું છે તે સાધ્ય સિદ્ધ થઈ ગયું છે. આઠમી દૃષ્ટિના બોધમાં એવી પ્રબળતા છે તેથી દોષના નિરાકરણ માટે દઢ અભિગ્રહો કે પ્રાયશ્ચિત માટે પ્રતિક્રમણાદિ અનુષ્ઠાન કરવા પડતા નથી. Jain EURER H42214 For Private 26 Esonal Use Only : www.HRLERry.org

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298