Book Title: Granthtraya Anushilan
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 288
________________ ત્યારે તેઓ પરમ સુખ અનુભવે છે. આ કારણે પુદ્ગલોના સુખ દુઃખનો યોગ હોવા છતાં તેનો અનુભવ તેમના મનોયોગમાં પહોંચતો નથી. તેઓ તેના જ્ઞાતા દ્દષ્ટા છે. આ દૃષ્ટિવાળા મહાત્માઓની દશા સ્વરૂપમય હોવાથી સંવેધવેદ્યપદથી પણ વિશેષ સત્પ્રવૃત્તિપદ હોય છે જેને અસંગ અનુષ્ઠાન કહે છે. દરેક દૃષ્ટિમાં જીવની સાધના વિકસતી જાય છે. પ્રીતિ, ભક્તિ, વચન જેવા અનુષ્ઠાન પછી આ દૃષ્ટિમાં મહાત્માઓને અસંગ અનુષ્ઠાન હોય છે. હજી દેહધારી છે એટલે કંઈક પ્રવૃત્તિયોગ હોય તો પણ તે રાગાદિ વિકલ્પ રહિત હોય છે, બાહ્યસંગથી રહિત જ્ઞાનમય હોય છે. આ મહાત્માઓને સમતારસનું ભરપૂર સુખ હોય છે. કેવળજ્ઞાનીઓને પૂર્ણ વીતરાગતાનું સુખ હોય છે, અને સિદ્ધ ભગવંતોને અવ્યાબાધપણાનું (બાધારહિત) સુખ હોય છે. આ દૃષ્ટિનું અસંગઅનુષ્ઠાન પરમાર્થ-મહામાર્ગના પ્રયાણસ્વરૂપ છે. સત્પ્રવૃત્તિપદ જયાંથી હવે પાછા ન આવવું પડે તેવું પદ છે. અર્થાત્ ક્ષપકશ્રેણિ પર આરોહણ છે. ચાર અનુષ્ઠાન : (૧) પ્રીતિ અનુષ્ઠાન : જેમાં અત્યંત આદર અને પ્રીતિ હોય. (૨) ભક્તિ અનુષ્ઠાન : અત્યંત પૂજયભાવથી થતું અનુષ્ઠાન છે જેમાં ભાવના અને વિધિની વિશેષતા છે. (૩) વચન અનુષ્ઠાન : શાસ્ત્રાનુસારિ જયાં જયાં જે જે યોગ્ય હોય તે કરે. (૪) અસંગ અનુષ્ઠાન ઃ સર્વ બાહ્ય અવલંબન રહિત શુદ્ધ એવું આ અનુષ્ઠાન છે. તત્ત્વના ગહન ચિંતન પછી તથા શાસ્ત્રના વારંવાર અભ્યાસ પછી આત્મઅનુભવયુક્ત ધર્મપ્રવૃત્તિ તે અસંગઅનુષ્ઠાન છે. તે અનાલંબન યોગ કે નિરાલંબન યોગ કહેવાય છે. તેને સામર્થ્યયોગ પણ કહેવાય છે. આ અસંગ અનુષ્ઠાન એ મુનિમહાત્માઓની અપ્રમત્ત દશા છે. નિરતિચાર ચારિત્રમાં પ્રશસ્ત કષાયો, ગુરુજનોનો રાગ વગેરે હોય છે તે પ્રમત્તદશા છે. અસંગ અનુષ્ઠાનમાં પ્રશસ્ત કે અપ્રશસ્ત એક પણ કષાય નથી તેથી તે અપ્રમત્તદશા છે. જોકે અપ્રમત્તદશા છતાં અહીં અપ્રમત્ત ગુણસ્થાનક નથી, આ ગુણસ્થાનકમાં સતત નિર્વિકલ્પદશા હોય છે. આ દૃષ્ટિમાં વચમાં વચમાં વિકલ્પદશા સંભવે છે. ત્યારે છઠ્ઠું ગુણસ્થાનક હોય છે. આ છઠ્ઠી અને સાતમી દૃષ્ટિ ગીતાર્થજનોને હોય છે. મહદ્અંશે અગિયાર અંગનાપાઠી હોય તે ગીતાર્થજનો છે. યોગદૃષ્ટિ સમુચ્ચય Jain Education International ૨૮૩ For Private & Personal Use Only પ્રભાદષ્ટિ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298