Book Title: Granthtraya Anushilan
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra
View full book text
________________
જ તેનું મૂળ છે. માટે સાધકે શુદ્ધાત્માથી સ્વભાવના લક્ષ્ય સાધના કરવી. પાંચમી સ્થિરાદષ્ટિનું ચિંતન :
હે આત્મન ! આત્મા ત્રિકાળી, ધ્રુવ, જ્ઞાયક દ્રવ્ય છે. પરમાત્મા જેવો પરમશુદ્ધ અનંતગુણોનો સ્વામી છે. વર્તમાનમાં તે ગુણો કર્મસત્તાથી આવરણ પામ્યા છે. તેથી જીવને સંસારના ભ્રામક સુખોમાં રાગ થાય છે. રાગાદિ ભાવોથી આત્માના ઉપયોગમાં મલિનતા આવે છે. જો હું સ્વભાવના આશ્રયે રત્નત્રયીની સાધના કરું તો કર્મ કેવળ સાંયોગિક પદાર્થ છે તે દૂર થઈ શકે છે. મારે મારું સ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે. તેને બાધક અવિરતિ જેવા દોષો મારે દૂર કરવા જ છે. તે માટે મારું આત્મબળ મારે વધારવું જોઈએ. મારે મોક્ષમાર્ગે સાહસ કરવાનું છે. આ દષ્ટિનો વૈભવ :
વીતરાગની વાણીનો અપૂર્વ મહિમા, ગુરુજનોની ભક્તિ, પૂર્વના દોષયુક્ત જીવનનો પ્રશ્ચાતાપ. આત્મગુણોના વૈભવનું માહાત્મ. સૂક્ષ્મબોધને કારણે ઔદયિકભાવની સિદ્ધિઓ પ્રત્યે અનાસક્તિ. મિથ્યાત્વના દૂર થવાથી આત્મભ્રાંતિનો, બાહ્ય સુખોની ભ્રાંતિનો દોષ દૂર થાય છે. ઈન્દ્રિયોના વિષયોની વિરકિત થાય છે. પૂર્વના સંસ્કાર પ્રત્યે જાગૃત હોય છે. વેદ્યસંવેદ્યપદ (આત્મશાંતિનો અનુભવ) પ્રાપ્ત થાય છે.
યોગદષ્ટિ સમુચ્ચય Jain Education International
યોગદષ્ટિ સમુચ્ચય
૨૬૪ For Private & Personal Use Only
૮૪
સ્થિરાદેષ્ટિ www.jainelibrary.org

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298