Book Title: Granthtraya Anushilan
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 279
________________ આ દૃષ્ટિવાળાનો પાંચમો ગુણ રાગદ્વેષ, હર્ષ-શોક, માન-અપમાન, રોગ કે આરોગ્ય જેવા લંકાત્મક સંયોગમાં મૂંઝાય નહીં, સમભાવી પરિણામવાળા હોય છે. ઉત્સર્ગ અને અપવાદ માર્ગમાં નિપુણ હોય છે. અનાસકત યોગી છે. - છઠ્ઠો ગુણ અભીષ્ટલાભ છે. તેમના મનના સંકલ્પો સહજ પૂર્ણ થાય છે. આ સંકલ્પો પદ્ગલિક સુખાદિના નથી હોતા. તેમના નિરતિચાર પાલનથી અમૃતઅનુષ્ઠાનના બળે વિપ્નો નાશ થાય અને સંકલ્પ સિદ્ધ થાય છે. આ દૃષ્ટિવાળાનો સાતમો ગુણ જનપ્રિયત્ન છે. આ જીવોમાં અનેક ગુણો જનપ્રિયત્વનું કારણ છે. તેમનામાં ઔચિત્યનો ગુણ મુખ્ય છે. ઔચિત્યમાં જિન આજ્ઞા જ યોગ છે. જયાં જયાં જે નિષેધ છે તે પ્રમાણે આચાર કરે અને જયાં વિધેય છે ત્યાં તે પ્રમાણે આચાર કરે. ગૃહસ્થ પણ અર્થ કાર્યની પ્રવૃત્તિ ભગવાનની આજ્ઞા મુજબ કરે આ દૃષ્ટિની એ યોગ્યતા છે. છઠ્ઠી કાંતાદૃષ્ટિનું ચિંતન : આ દૃષ્ટિમાં તત્ત્વનો સૂક્ષ્મબોધ થયો હોવાથી તે સંબંધી ચિંતનશક્તિ વધુ વિકાસશીલ અને સહજ હોય છે જે ધર્મધ્યાનરૂપ હોવાથી કર્મોની નિર્જરા થાય છે. તે જીવો ચિંતવન કરે છે કે હજી આ સંસારથી ભવોની સમાપ્તિ કેમ થતી નથી? હું સંપૂર્ણ શુદ્ધ કયારે થઈશ? સર્વવિરતિ ધર્મ ક્યારે પામીશ? વીતરાગ પરમાત્માની આજ્ઞાનું પૂર્ણપણે પાલન કયારે કરીશ? - જ્ઞાનીજનો કહે છે કે સંસારનું સુખ ઝાંઝવાના જળ જેવું છે. તે જેમ વાસ્તવિક તૃષા છીપવનારું નથી. તેમ આ સંસારના ચક્રવર્તીના સુખ કે ઈન્દ્રના સુખ આત્મિક સુખ આપનારા નથી એટલે જ્ઞાનીના આ વચનના વિશ્વાસે સાંસારિક સુખોનો પુણ્યોદય છતાં મારે તો આત્મિક સુખની જ પ્રાપ્તિ કરવી છે. હું તો પૂર્ણાનંદથી ભરપૂર છું મારે બાહ્ય સુખોના સાધનની જરૂર નથી. મારા અંતરનું સુખ મારા આત્માની સમાધિમાં જ રહેલું છે. આ દૃષ્ટિવાળા જીવોને ચિંતનની સહજધારા વહેતી હોય છે. દરેક પ્રસંગો તેમને બોધરૂપે પરિણમે છે. મોહનીયકર્મનો ક્ષય વધુ પ્રમાણમાં થતો હોવાથી તેઓ શુદ્ધભાવથી ભરપૂર છે. ગુણોની વિશેષતા ગુણસંપત્તિ : પાંચમી દૃષ્ટિમાં જે ગુણોનો વિકાસ અલ્પ હતો તે અત્રે વૃદ્ધિ પામે છે. ૧. અચપલતા કે અલોલુપતા: મોહજન્ય વિકારોનું શમન. દેહ છે યોગદૃષ્ટિ સમુચ્ચય કાન્તાદૃષ્ટિ ૨૭૪ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org


Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298