________________
હોય છે, તેના મુખ્ય ત્રણ ભેદ છે.
(૧) ઔપશમિક (૨) ક્ષાયોપથમિક (૩) ક્ષાયિક
આ ત્રણ ભેદમાંથી ઔપશમિક અને ક્ષાયિક સમ્યકત્વમાં સમક્તિમોહનીયનો ઉદય નથી. જો કે ઔપશમિક અન્ધકાલીન, અંતર્મુહૂર્તનું હોય છે છતાં તેની શુદ્ધતા એ પ્રકારની છે. ક્ષાયિક નિત્ય રહે છે, શુદ્ધ છે. તેથી સમ્યકત્વમોહનીયના ઉદયને કારણે આવતા શંકા-કાંક્ષા-વિચિકિત્સા જેવા દોષો અતિચાર સંભવતા નથી. તેથી ઔપથમિક અને ક્ષાયિક સમ્યકત્વ કાળે આવેલી સ્થિરાદેષ્ટિ નિરતિચાર હોય છે. વળી ક્ષાયોપથમિક સમ્યકત્વકાળે સમક્તિમોહનીયનો ઉદય અવશ્ય હોય છે તેથી તે સમયે અતિચાર-દોષો હોય જ છે તેથી આ સમ્યકત્વકાળે આવતી સ્થિરાદષ્ટિ સાતિચાર હોય છે. આમ સમ્યકત્વના ભેદની ભૂમિકા અનુસાર નિરતિચાર અને સાતિચાર એવા બે ભેદ થાય છે.
સાધક ચાર દૃષ્ટિમાંથી પસાર થઈ પાંચમી દષ્ટિમાં પ્રવેશતા સમ્યકત્વ પ્રાપ્ત કરે છે, તે સમયે જે સમ્યકત્વ હોય તે પ્રમાણે નિરતિચાર કે સાતિચારનો સંભવ રહે છે. મિથ્યાત્વ મોહનીયનો ઉદય મંદ રસોદયના વેદનવાળો છે તેથી સમ્યકત્વ મોહનીયનો ઘાત કરી શકતો નથી. પણ સમ્યકત્વ મોહનીયના ઉદયકાળ સાતિચાર અને શેષકાળે નિરતિચાર કહેવાય છે.
આ સ્થિરાદેષ્ટિનો બોધ નિરતિચાર ક્ષાયિક સમ્યકત્વકાળે મલિન થતો નથી તેથી તે નિત્ય કહેલ છે. ક્ષાયોપથમિક કાળે અતિચાર લાગવાથી શુદ્ધ બોધ ટકતો નથી તેથી તે અનિત્ય જાણવો. વળી નિરતિચાર સ્થિરાદેષ્ટિમાં ધૂળના (મલિનતા) ઉપદ્રવ રહિત રત્નપ્રભાનો બોધ જાણવો અને સાતિચારમાં ધૂળના ઉપદ્રવ સહિત જાણવો.
પ્રવર્ધમાન : આ દૃષ્ટિવાળા જીવોનો પ્રાપ્તબોધ ક્રમશઃ વૃદ્ધિ પામતો જાય છે. તત્ત્વરૂચિ વધતી જાય છે અને દઢ થતી જાય છે. વૈરાગ્યાદિ ગુણો વૃદ્ધિ પામે છે. જો પૂર્વબદ્ધ કોઈ તીવ્ર કર્મ ઉદય ન આવે તો આ જીવો આધ્યાત્મિક સાધના દ્વારા ક્રમશઃ મુક્તિ પામે છે.
નિરપાય : અપાય એટલે દુર્ભાગ્યતા, અપયશ, દુઃખ દીનતા વગેરે જેવા કિલષ્ટ પરિણામ આ દષ્ટિવાળાને થતાં નથી. મિથ્યાત્વની અવસ્થામાં બાંધેલા એવા કર્મો જે અબાધાકાળમાં રહ્યા હોય તે ઉદયમાં આવી જાય, પરંતુ આ સ્થિરાદષ્ટિવાળો એવા ભયંકર કર્મો બાંધતો નથી કે જેથી ભવિષ્યમાં મહા અશાતા, ભયંકર દુર્ગતિ જેવી આપત્તિ આવે. જીવના નિર્મળ પરિણામનો યોગદષ્ટિ સમુચ્ચય
સ્થિરાદેષ્ટિ
૨૫૨ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org