________________
શંકાથી યોગમાર્ગમાં પ્રબળ વિદન ઉભું થાય છે. આ સિવાય અન્ય શંકાઓથી સમક્તિમાં અતિચાર લાગતા નથી. દેવલોકના વર્ણનમાં, નરકાદિ હશે કે નહીં? આટલા ગાઉના શરીર હશે? તેવી સામાન્ય શંકાથી યોગમાર્ગમાં વિદન આવતું નથી. છતાં અતિચારથી બચવા માટે દેઢ નિર્ણય કરવો કે સર્વજ્ઞએ કહ્યું તે જ સાચું છે.
(૨) કાંક્ષા: આજની આધુનિક સગવડો અને સામગ્રીથી પ્રભાવિત થઈ ધર્મના નિયમો પ્રત્યે અણગમો થવો, ધર્માનુષ્ઠાનો નિરર્થક લાગવા તે કાંક્ષા અતિચાર છે. અન્ય ધર્મના બાહ્ય આડંબરથી આકર્ષિત થવું અને તત્ત્વદૃષ્ટિને ગૌણ કરવી. સમકિતી જીવે આ બાબત જાગૃત રહેવું જેથી કાંક્ષા અતિચાર લાગે નહિ. સાધુ-શ્રાવક સૌએ પૂર્ણતા પામતા સુધી અચલ રહેવું.
(૩) વિચિકિત્સા : ધર્મના ફળમાં શંકા કરવી, ધર્મ તથા ધર્મીની નિંદા કરવી. કોઈવાર સંયમાદિ પાલન કરવા છતાં આત્મબળ ન વધે કે તેનું ફળ ન દેખાય ત્યારે જીવને શંકા થાય છે. સાંસારિક પ્રયોજનોમાં કોઈવાર સફળતા મળે છે કોઈવાર નિષ્ફળતા મળે છે. તેવું કોઈવાર ધર્મક્ષેત્રે બની શકે તો પણ જીવે ધર્મના ફળમાં નિરપેક્ષ રહેવું. અને ધર્મ કે ધર્મીની નિંદા તો કરવી જ નહીં. કોઈનામાં રહેલો નાનામાં નાનો ગુણ જોવો પણ નિંદા કરવી નહીં. તેમાં આત્માના ગુણો હાનિ પામે છે.
(૪) અન્યદૃષ્ટિ પ્રશંસા : મિથ્યાષ્ટિ જીવો ઉન્માર્ગી છે. તેમની પ્રશંસા કરવાથી મિથ્યાત્વ ફેલાય છે. જૈન કે જૈનેતરમાં મિથ્યાષ્ટિ જીવમાં કથંચિત જેટલા સન્માર્ગના ગુણ કે આચરણ હોય તેની વિવેકપૂર્વક સન્માર્ગ પૂરતું જ અનુમોદન કરવું, જે સ્વને માટે ગુણરૂપ બની શકે. હજી અપૂર્ણ દશાને કારણે પ્રલોભનમાં પડી જવાય તેથી તેવા નિમિત્તથી દૂર રહેવું.
(૫) અન્યદેષ્ટિ સંસ્તવ : (પરિચય-પ્રશંસા) સ્થિરાદેષ્ટિ હોવા છતાં જીવ હજી ક્ષયોપશમ ભાવવાળા છે. તે મિથ્યાષ્ટિના પરિચયમાં પ્રભાવિત થાય તો શ્રદ્ધા ટકાવવી મુશ્કેલ છે. વળી આજના યુગમાં અનેક પ્રકારના સાહિત્ય જોવા મળે છે. જીવમાં દેઢ શ્રદ્ધા ન હોય અને મિથ્યાદૃષ્ટિ કે તેવા સાહિત્યનો પરિચય વધે તો સમક્તિ મલિન થાય.
ગીતાર્થજનો સ્વ-પર શાસ્ત્રાદિના જાણકાર છે. તેમનું સમકિત વધુ પરિપકવ છે. તેમને માટે નિષેધ નથી. પણ બાળજીવોએ તો મિથ્યાષ્ટિથી દૂર રહેવું. માર્ગાનુસારી ગુણયુક્ત આધ્યાત્મિક વિકાસ સન્માર્ગ છે. તત્ત્વની રૂચિરૂપ સન્માર્ગ છે. તેવી દઢતા રાખવી. યોગદષ્ટિ સમુચ્ચય
સ્થિરાદષ્ટિ
૨૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org