________________
પાપ નહી કોઈ ઉસૂત્ર ભાષણ જિસ્યો, ધર્મ નહિ કોઈ જગ સૂઝ સાચો; સૂગ અનુસાર જે ભવિક ક્રિયા કરે તેમનું શુદ્ધ ચારિ પરીખો''
-શ્રી અનંતનાથ સ્તવન, શ્રી આનંદધનજી વસ્તુપાલ-તેજપાલે કે પૂર્વના જગડુશા જેવા શ્રાવકોએ વાવ કૂવા તળાવ ખોદાવ્યા, દુષ્કાળ વખતે પોતાના કોઠારો ભંડારો ખૂલ્લા મૂકી દીધા, તેમાં જેન કે જેનેતરનો ભેદ ન હતો. દાનશાળાઓ ખોલી, મુસલમાનોને તેમની જરૂરિયાત માટે મજીદ બાંધી આપી, તે બધા હેતુ પાછળ સહુનો જૈનધર્મ પ્રત્યે આદર રહે, જૈન ધર્મસ્થાનોના રક્ષણમાં સહાયક થાય. વળી જો જૈન શ્રીમંતો ભેદ વગર આવા કાર્યો ન કરે તો અન્ય જનોને જૈનધર્મ પ્રત્યે અભાવ થાય. તે માટે તે સમયના શ્રીમંતો ઉદારતાથી સમયોચિત એવા કાર્યો કરતા. તેમના હૈયામાં કરૂણા હતી. તેથી દ્રવ્યદયા અને ભાવદયા બંનેનું પાલન વિવેકપૂર્વક કરતા. જો કે એવા સામાજિક કાર્યોને ધાર્મિક કાર્યો ગણવામાં આવતા નથી. તે અનુકંપાદિ કાર્યોમાં નિઃસ્વાર્થતા અને વિવેક હોય તો તે પુણ્યાનુબંધી પુણ્યનું કારણ બને છે. જે શુદ્ધધર્મનું નિમિત્ત બનતા તે પરંપરાએ મુક્તિનું કારણ બને છે.
આમ સર્વ પ્રકારે જોતાં કુતર્કથી કંઈ લાભ નથી માટે વિવેકીજનો પ્રાજ્ઞ પુરૂષોની, આગમ શાસ્ત્રોની, આપ્તપુરૂષની વાણી માન્ય કરે છે. અતીન્દ્રિય પદાર્થો ઈન્દ્રિયગોચર થવા યોગ્ય નથી ત્યાં બુદ્ધિ કે તર્કનું પ્રયોજન નથી. તે માત્ર આગમ શાસ્ત્રોથી સમજી શકાય છે. યથાર્થ જાણે અને યથાર્થ જ કહે તે આપ્ત છે, અને તેવા આખપુરૂષના વચનોથી થયેલો બોધ તે આગમ પ્રમાણ છે. આથી વિશેષ કરીને આ કાળમાં જિન પ્રતિમાની જેમ જિન આપ્તવાણી જ ઉપકારી છે.
સર્વજ્ઞ કોને કહેવા ? રાગાદિ સર્વદોષ રહિત, સર્વગુણ સંપન્ન ત્રિકાળજ્ઞાની, સર્વદ્રવ્યાદિ ભાવોના પૂર્ણ જ્ઞાતા તે સાચા સર્વજ્ઞ વીતરાગ છે. જૈન તત્ત્વજ્ઞાન પ્રમાણે ચાર ઘાતિર્મનો નાશ કર્યો છે, ત્રણેલોક્ત ત્રણેકાળનું, દ્રવ્ય, ગુણ અને સર્વ પર્યાયનું યુપદ જ્ઞાન જે ધરાવે છે તે પારમાર્થિક સર્વજ્ઞ સર્વદશ વીતરાગ છે. નિશ્ચયથી જેની નિરંતર સ્વરૂપ રમણતા, શુદ્ધ અખંડ જ્ઞાનધાર છે તે સર્વજ્ઞ વીતરાગ છે.
જગતમાં કોઈ સર્વજ્ઞ હશે અથવા કુલાચારથી માનવું તે સર્વજ્ઞની શ્રદ્ધા ન કહેવાય. પરંતુ યથાશક્તિ તેમની આજ્ઞાનું કોઈ આકાંક્ષારહિત, બહુમાનપૂર્વક પાલન કરવું અને હેય ઉપાદેયતાની વિવેકપૂર્વક પ્રવૃત્તિ યોગદષ્ટિ સમુચ્ચય ૨૩૮
દીપ્રાદેષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org