________________
મોક્ષના મૂળકારણભૂત એવા તીર્થકરનો પ્રત્યક્ષ યોગ સમાપત્તિ (સમર્પણ) જેવા ભાવ પેદા થાય છે. તેને કારણે તીર્થકર પ્રભુની ભક્તિ વડે, તેમના ગુણોનું ધ્યાન કરી તેવા ગુણો પોતાના આત્મામાં છે તેવી શ્રદ્ધા થાય છે.
ધ્યાન વડે તીર્થંકર પરમાત્માના ગુણોમાં ભાવથી એકાકાર થવું તે સમાપત્તિ-સમર્પણ છે.
સૂમબોધ તો પણ ઈહાંજી, સમકિત વિણ નહિ હોય, વેધ સંવેધપદે કહયોજી, એન અવેધે જોય. મનમોહન...”
-આ. દ. સઝાય, ઉ. શ્રી યશોવિજયજી વહાણખેડુ નાવિક દરિયામાં તોફાન ઉઠે ત્યારે નાવને પ્રયાસ વડે સ્થિર રાખવા પ્રયત્ન કરે છે. તેમ આ સાધક વિષમતા સમયે તત્વચિંતન વડે ભાવની રક્ષા કરે છે. તત્ત્વશ્રવણની લગની એવી લાગી છે કે તે સદ્ગુરુ શોધતો જ રહે છે. ધર્મને અનેક ભેદ વડે સમજવા પ્રયત્ન કરે છે.
“પ્રવચન અંજન જે સર્ણ કરે પેખે પરમ નિધાન, હૃદય નયણ નિહાળે જગ ધણી, મહિમા મેરૂ સમાન.”
-શ્રી ધર્મજિનેશ્વર સ્તવન, શ્રી આનંદઘનજી સદ્ગુરુની કૃપાદૃષ્ટિ વડે તે ધર્મના નિધાનને જૂએ છે. પરમાત્માની કૃપા વડે પોતાના જ સ્વરૂપનું ભાન થતા તેનો અપૂર્વ મહિમા સમજાય છે, કે ધર્મનો મર્મ કેવો કલ્યાણકારી છે. ભૂમિકા પ્રમાણે જીવો ધર્મનું આચરણ કરી સાનુબંધ વડે ઉત્તરોત્તર મોક્ષપંથને પામે છે. તેવા સાધ્યધર્મને પામવા સાધનરૂપી ધર્મનું સેવન કરે છે જે અનંતર કે પરંપરાએ અવશ્ય મુક્તિને સાધ્ય કરે છે.
- તત્ત્વનો-સ્વરૂપનો મહિમા અપરંપાર છે. તેમાં તત્ત્વશ્રવણની અતિ જિજ્ઞાસાએ જીવમાં અન્ય ગુણો-બીજોનું વર્ધન થાય છે. પ્રભુભક્તિ પ્રાણ સમી છે. ગુરુભક્તિમાં આજ્ઞાપણે વર્તે છે. સન્શાસ્ત્ર સેવામાં વાંચન, મનન, ચિંતન, લેખન, પ્રભાવના કરે છે. દિન પ્રતિદિન સંસારના સુખો પ્રત્યે વૈરાગ્ય પેદા થાય છે. સ્વ-પરનો ભેદ સમજાય છે. - ગૃહસ્થ જેવા સાધકને ધર્મમાર્ગની શ્રદ્ધા થતાં પ્રથમ તે દાન, શીલ, તપ, ભાવ એ ચાર ધર્મની શ્રદ્ધા વડે આરાધના કરે છે, તે ધર્મના સાનુબંધ દ્વારા પરંપરાએ મુક્તિનું સાધન બને છે.
સાધક આ માર્ગે આગળ વધે એટલે ક્ષમા આદિ દસ યતિધર્મનું પાલન કરે છે. જેથી ભાવની વિશેષ શુદ્ધિ થાય છે. આત્મશક્તિ યુક્ત સંવર અને નિર્જરા તત્ત્વની આરાધના એ ધર્મ છે. સર્વ જીવો પ્રત્યે સમભાવયુક્ત દયાધર્મ છે. વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે. અર્થાત દરેક યોગદષ્ટિ સમુચ્ચય
ર૪૩
દીપ્રાદષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org