________________
૧. મિત્રાદેષ્ટિ
મોક્ષમાર્ગની રૂચિ થયા પછી મુકિતની જિજ્ઞાસા-રાગ આ પ્રથમ દૃષ્ટિમાં હોય છે. આધ્યાત્મિક વિકાસનું આ પ્રથમ સોપાન છે. જીવને આત્મહિતની ચિંતા કરવા પ્રેરે છે. મિત્ર સમાન હોવાથી મિત્રા નામની ઉપમા આપી છે. તેના ચાર ક્રમ છે.
(૧) બોધ-તૃણાગ્નિ જેવો (૨) ખેદ-દોષક્ષય (1) ગુણપ્રાપ્તિ અદ્વેષ (૪) પહેલું યોગાંગ-ચમ
બોધ : મિત્રા દૃષ્ટિમાં બોધ તૃણના અગ્નિસમાન કહ્યો છે. અર્થાત્ ઘાસનું તણખલું સળગે અને પલકવારમાં ઓલવાઈ જાય. જો કે આ દૃષ્ટિનો બોધ, છે તો રત્નત્રયીરૂપ પણ તે અલ્પ માત્રામાં છે. તૃણ પ્રકાશ લાંબો સમય ટકતો નથી, તે પ્રકાશમાં કોઈ વસ્તુ શોધી શકાતી નથી. તેમ આ દૃષ્ટિમાં તત્ત્વનો બોધ ટકતો નથી. અતિ અલ્પ સમ્યગુબોધ થાય છે. વળી મિથ્યાત્વનો ઉદય છે એટલે સમ્યગુબોધ કરતા હજી વિપરીત બોધની માત્રા ઘણી છે. તેથી અનુબંધ પણ અશુભનો વિશેષ હોય છે. તેના પ્રમાણમાં શુભનો બંધ અલ્પ હોય છે. તે જે કંઈ ધર્મ કરે તે હજી સકામ નિર્જરારૂપ બનતો નથી. છતાં તે મોક્ષમાર્ગની સ્વરૂપ પ્રાપ્તિની રૂચિવાળો છે.
મિત્રાદેષ્ટિવાળો જીવ સદ્ગુરુનો બોધ આદરથી શ્રવણ કરે છે. વૈરાગ્યનો બોધ સાંભળી તેનું અંતર દ્રવે છે. મનમાં ભાવ ઉઠે છે કે આવો વૈરાગ્ય કયારે પામું ? રત્નત્રયની આરાધના વિશેષપણે કયારે કરું ? સંસાર, સ્વજન પરિગ્રહનો ત્યાગ કયારે કરું? ઈન્દ્રિયોના સુખોની લાલસા કયારે યજું? સંસારમાં મને ઘણી સુખ સંપત્તિ મળી છે તે બંધનરૂપ છે. આમ ધર્મ શ્રવણ વખતે તેને ભાવ ઉઠે છે. પણ જયાં તે સ્થળ છોડે છે, સદ્ગુરુનો સમાગમ છોડે છે કે એ બોધ તૃણના અગ્નિની જેમ ઠરી જાય છે. જયાં વ્યવહાર ક્ષેત્રે પહોંચે છે ત્યાં વળી સંસારના પ્રયોજનમાં પ્રવૃત્ત થઈ જાય છે. સુખનો રાગ થાય છે. છતાં પેલા બોધના ભણકારા તેને સંભળાય છે એટલે બીજરૂપ સંસ્કાર પડે છે પરંતુ સ્થાયી થતા નથી. માટે જીવે પૂર્ણતા પામતા સુધી મહાપુરૂષાર્થ કરવાનો છે. સત્ સમાગમ નિરંતર સેવવાનો છે. કારણકે આ બીજરૂપ સંસ્કાર પણ મુક્તિનું બીજ છે.
આ દષ્ટિનો બોધ અતિ અલ્પજીવી હોય છે. બોધમાં સ્થાયી બળ નથી હોતું. તેથી જ્ઞાન કે બોધના સંસ્કારો દૃઢ થતા નથી, જેથી જીવ બોધવચનોમાં દઢતાથી ટકી શકતો નથી. વળી પરમાર્થ તત્ત્વને જાણતો યોગદષ્ટિ સમુચ્ચય
૨૦૧
મિત્રાદષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org