________________
તેની તત્ત્વજિજ્ઞાસા ઉત્તરોત્તર વિકાસ પામે છે. યોગીજનોના સંપર્કથી તેને એવા ભાવ થાય છે કે હું કયારે આ યોગીમહાત્માઓ જેવી દશા પામીશ ? એટલે તે હંમેશા પોતાની ઉણપ જુએ છે અને તે દૂર કરવા પ્રયત્ન કરે છે.
એહ દૃષ્ટિ હોય વરતતા, મનમોહન મેરે યોગક્થા બહુ પ્રેમ, અનુચિત તેહ ન આચરે મન..... વાળ્યો વળે જેમ હેમ; વિનય અધિક ગુણીનો કરે મન..... દેખે નિજ ગુણ હાણ, ત્રાસ ધરે ભવભય થકી મન..... ભવ માને દુ:ખ ખાણ. -આ. દ. સજઝાય, ઉ. શ્રી યશોવિજયજી. છતાં એ સમજવું અગત્યનું છે કે આ જીવ યોગદૅષ્ટિવાળો છે પરંતુ સ્વસંવેદ્યપદવાળો નથી. મંદમિથ્યાત્વની છાયા હોવાથી હજી બહુ ટકી શક્તો નથી.
યોગાંગ-નિયમ : મિત્રાદેષ્ટિમાં અંગનો પ્રકાર યમ હતો. તારાદેષ્ટિમાં યમ સહિત નિયમ અંગ છે. પાતંજલ યોગદર્શનમાં પ્રરૂપિત આઠ અંગને ગ્રંથકારે ઉત્તમ પ્રકારે દર્શાવ્યા છે. યમમાં પાંચમહાવ્રતો મૂળગુણોરૂપે કહ્યા હતા. મહાવ્રતોની દૃઢતા માટે જેમ મૈત્રીઆદિ ભાવનાઓ છે. તેમ અત્રે તેના પોષણ માટે નિયમ એ ઉત્તરગુણ છે. બંનેનો અવિનાભાવી સંબંધ છે. કથંચિત મૂળગુણો કરતાં ઉત્તરગુણોની સાધનામાં સૂક્ષ્મતા વધુ છે તેથી તેનું નિરૂપણ બીજી દૃષ્ટિમાં કર્યું છે, જેથી મૂળગુણો વધુ નિર્મળતા પામે.
યમના પાંચ મહાવ્રતોની જેમ નિયમના ઉત્તરગુણો પાંચ પ્રકારે છે. (૧) શૌચ (ર) સંતોષ (૩) તપ (૪) સ્વાધ્યાય (૫) ઈશ્વર પ્રણિધાન.
(૧) શૌચ : પવિત્રતા. જગતના પૌદ્ગલિક પદાર્થો પ્રાઃયે મલિન છે. વળી જે પદાર્થો ધાન્યરૂપે છે તે ઉદરમાં ગયા પછી સપ્તધાતુરૂપે બને છે. વસ્ત્રાદિ પણ મલિન થાય છે. સૂક્ષ્મ પરમાણુ રૂપાંતર પામીને અશુચિરૂપ બને છે. તે તેનો સ્વભાવ છે. નિશ્ચયથી શુદ્ધાત્મા જ શુદ્ધ છે, તેમ વિચારવું તે ભાવશૌચ છે. વળી વસ્ત્રાદિની સ્વચ્છતાને પ્રાધાન્ય ન આપવું તે દ્રવ્યશૌચ છે. પણ રાગાદિભાવની મલિનતા વિચારવી અને પરિણામની શુદ્ધિ કરવી તે શૌચભાવના છે. આત્માને રાગાદિભાવ કે પરપરિણતિથી મુક્ત કરવો તે નિયમ છે. પૌદ્ગલિક પદાર્થોને સ્વચ્છ કરવામાં પાણી, સાબુ જેવા યોગદૃષ્ટિ સમુચ્ચય
Jain Education International
૨૧૫
For Private & Personal Use Only
તારાષ્ટિ
www.jainelibrary.org