________________
નથી એનો અભ્યાસ કર્યો નથી. જો કે દેવ ગુરુજનો પાસે જાય છે. પરંતુ તેઓ પ્રત્યે હાર્દિક ભાવના હોતી નથી. છતાં મિત્રાદેષ્ટિ મુક્તિના આદરઅદ્વૈષવાળી હોવાથી તે યોગદષ્ટિ કહેવાય છે. આ દૃષ્ટિમાં થયેલો બોધ સાધકને આત્મહિત પ્રત્યે લઈ જાય છે તેથી તેને મિત્રની ઉપમા આપીને મિત્રાદેષ્ટિ કહેવાય છે.
મિત્રાદેષ્ટિમાં બોધ ક્ષણજીવી હોવાથી ટકતો નથી. જેમ વિજળી પલવાર ઝબકે પણ કંઈક પ્રકાશ મળે છે. તેમ આ દૃષ્ટિમાં બોધનો અંશ અલ્પ છતાં જ્ઞાનમાર્ગના વિવેકવાળો છે. વળી મોક્ષમાર્ગનું બીજાધાન અહીં થાય છે કે જેને કારણે જીવ ભાવિમાં મોક્ષરૂપી ફળ પ્રાપ્ત કરશે.
ખેદ-ક્ષય (દોષ નિવૃત્તિ) અનાદિકાલીન સાંસારિક સુખનો રસિયો જીવ ધર્મ, તત્ત્વ, પરમાર્થ કે યોગમાર્ગના શ્રવણથી દૂર ભાગતો હતો. કયાંક યોગ મળી જાય તો ખેદ પામતો હતો. કથંચિત ધાર્મિક ક્રિયાઓ, વ્રત, તપ કરે તો પણ તેની રૂચિ સાંસારિક સુખ પ્રત્યે હતી. આધ્યાત્મિક સુખની શ્રદ્ધા ન હોવાથી તેમાં સુખનો ભાવ થતો ન હતો. પુણ્યયોગે તેનો મિત્રાદેષ્ટિમાં પ્રવેશ થવાથી યોગમાર્ગમાં અલ્પાંશે રૂચિ થાય છે. તેથી પ્રથમ જે ખેદ થતો હતો તેને બદલે હવે અંશે પણ પરમાર્થમાર્ગ ઉપાદેય લાગે છે. અરૂચિ આળસે છે.
મિત્રાદષ્ટિવાળા જીવને શાસનના કાર્યો, દેવગુરુ ધર્મના કાર્યોમાં આનંદ આવે છે. તેવા કાર્યો કરી ન શકે તો તેને ખેદ થાય છે. પોતાને ભાગ્યહીન સમજે છે. વળી પરમાર્થમાર્ગની સર્વક્રિયામાં તેને પ્રસન્નતાપૂર્વક રૂચિ હોય છે. શક્ય તેટલી ઉચિત ક્રિયાઓ કરે છે. તેમાં ભેદભાવ હોતો નથી. તે સમજે છે કે ભાવપૂર્વક થતી આ ક્રિયાઓ ગુણપ્રાપ્તિ અને ગુણવૃદ્ધિ માટે છે. એટલે તે ક્રિયાઓ કરવામાં ખેદ-થાક લાગતો નથી.
પ્રારંભમાં ઉત્સાહપૂર્વક અનુષ્ઠાન કરે અને પછી ખેદ થાય તેવું પ્રાયે થતું નથી. ખેદ થવાનું મૂળ કારણ ગાઢ મિથ્યાત્વ છે. જે ધર્મમાર્ગમાં રૂચિ થવા દે નહિ. જેથી અનંતકાળ સંસારમાં ભ્રમણ કરતો રહ્યો છે. યોગમાર્ગમાં વિરલા જીવો પ્રવેશ કરી શકે છે. પ્રવેશ કર્યા પછી પણ ખેદ જેવા દોષથી કોઈવાર નિષ્ફળતા મળે છે માટે ગુરુજનોની નિશ્રા રાખવી. કારણ કે જો ખેદ-કંટાળો થાય તો આરાધેલો ધર્મ પણ નિષ્ફળ જાય છે. જો કે આ દૃષ્ટિવાળો સાધક પ્રાયે ખેદ જેવા દોષથી મુક્ત હોય છે. ધર્મઅનુષ્ઠાનમાં થાકતો નથી.
ગુણ હીન પ્રત્યે અદ્વેષ : ખેદ દોષ ટળ્યા પછી મિત્રાદેષ્ટિના બોધ વાળો કોઈ ગુણહીન પ્રત્યે પ્રકોપ કરતો નથી. યોગદષ્ટિનો અલ્પાંશ પણ યોગદષ્ટિ સમુચ્ચય
૨૦૧૨
મિત્રાદેષ્ટિ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org