________________
ૐ શ્રી સદ્ગુરુવે નમઃ
: પ્રાસંગિક :
લગભગ ૨૦૦૦ વર્ષ પૂર્વે પ્રસ્તુત શાસ્ત્રના રચયિતા પૂજયપાદ વાચકશ્રેષ્ઠ આચાર્યશ્રી ઉમાસ્વાતિ થઈ ગયા. તેઓએ પાંચસો જેવા ગ્રંથોની રચના કરી હતી, આપણે ભાગે તે પૈકી આંગળીના વેઢા જેટલા ગ્રંથો પણ ઉપલબ્ધ નથી. છતાં પણ જે ઉપલબ્ધ છે તેમાં અપૂર્વ અને ઉત્કૃષ્ટ તત્ત્વોનો સંગ્રહ થયો છે. શ્વેતાંબર તથા દિગંબર બંને આમ્નાયને માન્ય આ બહુશ્રુત મહર્ષિ હતા. પ્રસ્તુત પ્રશમરતિ ગ્રંથમાં પ્રથમ ગુણમાં તેઓએ મોક્ષ સુખ અનુભવીને એ માર્ગના પથિકોને પ્રશમસુખનો આસ્વાદ માણવા અદ્ભુત રહસ્યો દર્શાવ્યા છે, તે મહાઉપકારક છે.
સંસ્કૃતભાષીય આ ગ્રંથના રહસ્યોને સદ્ગત આચાર્ય શ્રી ભદ્રગુપ્તજીએ લોક ભોગ્ય ગુજરાતી ભાષામાં રજૂ કરીને શાસન સેવા સાથે અર્થીજનો પર ઉપકાર કર્યો છે. તેઓએ સ્વયં પ્રશમ રસ માણ્યો અને તેને સરળપણે ગ્રંથાકાર આપી પુણ્યવાન જીવોને પ્રશમરસ માણવાનો ઉત્તમ અવસર આપ્યો, તે આપણું અહોભાગ્ય છે.
તેઓની ઉપસ્થિતિમાં જયારે જ્યારે વંદનાર્થે જવાનું થતું ત્યારે તેઓ ખૂબ ભાર અને ભાવપૂર્વક કહેતા કે આ પ્રશમરતિ ગ્રંથ સવિશેષ સાધુસાધ્વીજનો કંઠસ્થ કરે, અર્થ ચિંતન કરે, અનુપ્રેક્ષા રે તો સમસ્ત શ્રમણ સંઘમાં પવિત્ર પ્રાણ પૂરાય અને શ્રાવકશ્રાવિકપણ જો આ ગ્રંથનું અધ્યયન કરે તો તેમના જીવનમાં નિર્દોષ આત્મિક શાંતિ અનુભવાશે.
આધ્યાત્મિક માર્ગની રૂચિ થતાં મેં સામાજિક કાર્યોમાંથી નિવૃત્તિ લીધી. મને લાગ્યું કે જીવનને અધ્યાત્મ પંથે લઈ જવા જિનપ્રતિમા અને જિનવાણી પ્રકૃષ્ટ અવલંબનો છે. આથી ભક્તિયોગ સાથે શાસ્ત્ર અધ્યયન કર્યું. તેમાં સદ્ભાગ્યે કેટલાક સત્સંગી બહેનોએ રસપૂર્તિ કરી. ઈ.સ. ૧૯૮૨માં નિવાસે પાંચ સાત બહેનો સાથે સત્સંગ સ્વાધ્યાયનો પ્રારંભ કર્યો.
પૂજયશ્રીનો પરિચય ચાલુ હતો. તેમના આદેશ અને શુભાશિષથી અમારી કે.જી. ની શાળામાં અમે લગભગ ૧૯૮રમાં બાળભાષામાં શ્રી પ્રશમરતિના ગ્રંથનો સ્વાધ્યાય શરૂ કર્યો. જો કે તે સમયમાં ત્રણ ભાગ અમે પુરા કરી શકયા ન હતા.
પ્રશમરતિ
૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org