________________
ધ્યાતા કેવો હોય ?
ચિત્તની એકાગ્રતાને ધ્યાન કહ્યું છે. ઉત્તમ સહનાવાળા તેના અધિકારી છે. વાસ્તવમાં મોક્ષમાર્ગનું ધ્યાન ધર્મધ્યાનથી છે. તેના અધિકારી મુખ્યપણે મુનિજનો છે. તે ધ્યાતા કેવા હોય !
પાપભીરૂ ઉત્તમ ક્ષમાદિ ગુણોથી વિભૂષિત અંતરઆત્માને આરાધી પરમાત્મપદને ઈચ્છવાવાળા, ગૃહ-જંગલમાં સમાનવૃત્તિવાળા, વંદક નિંદકમાં સમભાવવાળા, કનક પાષાણને સમ જાણવાવાળા, સ્વાધ્યાયમાં અપ્રમાદી હોય, ત્રણે યોગની સ્થિરતા અને શુદ્ધતાવાળા હોય છે. કારણ કે અધ્યવસાયની તેવી શુદ્ધિ હોય છે. નિરતિચાર ચારિત્રવાળા હોય છે. આ મુનિરાજ છઠ્ઠા સાતમાં ગુણસ્થાનવર્તી છે. જો કે ઘાતી કર્મોનો ક્ષય હજી થયો નથી. પરંતુ તેના રસ સ્થિતિ ઈત્યાદિના ક્ષયની શરૂઆત થઈ ગઈ છે.
આ યોગીને ધ્યાનના કારણે અનેક રિદ્ધિ સિદ્ધિ, લબ્ધિઓ પ્રગટ થાય છે પણ યોગીને તેનું માહાભ્ય નથી. તેથી તેનો ઉપયોગ ક્રતા નથી. તેમ ક્રવું તે પ્રમાદ છે. તે ઉપરાંત આ યોગીજનો રસગારવ, ઋદ્ધિગારવ કે શાતાગારવથી રહિત હોય છે. આ સર્વ પ્રકારો સહજ પ્રાપ્ત થતા હોવા છતાં તેમાં લપાતા નથી. આત્મશાંતિ, સમભાવ, ચિત્તની અપૂર્વ પ્રસન્નતાનું પ્રશમસુખ પ્રાપ્ત હોય પછી અન્ય સુખની અપેક્ષા નથી.
ઈન્દ્રાદિને અપ્રાપ્ય એવા આત્મિક સુખમાં મગ્ન યોગી પ્રશમસુખમાં છે. તેમની પાસે સુરવરાદિક કરતાં આંતરિક રિદ્ધિ સિદ્ધિ અમાપ છે, જે અવર્ણનીય છે. | મુખ્યત્વે આત્મસ્વભાવમાં રમણતા એ આ ધ્યાતાનું ધ્યેય છે, જેના વડે તે સિદ્ધત્વરૂપ અંતિમ ધ્યેયને પ્રાપ્ત કરી સિદ્ધ અને મુક્ત થાય છે.
“ધ્યાતા ધ્યાન ધ્યેય ગુણ કે, ભેદ છેદ ક્રશું હવે ટેકે, ક્ષીર નીર પેઠે તેમશું મળશું, વાચક યશ હે હેજે હળશું.”
આવા ધ્યાતાનો ભાવમોક્ષ દેહ છતાં હોય છે. ત્યાર પછી દ્રવ્ય મોક્ષ નિર્વાણ થતાં થાય છે. પ્રત્યક્ષ સુખ પ્રશમનું-જયાં મોક્ષ જ છે.
મુનિજનોની અત્યંત નિર્મળ અંતરદશાનું માહાભ્ય આચાર્યશ્રી અદ્ભુત રીતે જણાવે છે. સાચો સાધક તે જાણીને સાનંદાશ્ચર્ય અનુભવે છે.
સ્વર્ગનું સુખ તે (ઈન્દ્રિયજનિત હોવાથી) પરોક્ષ છે પણ મોક્ષનું પ્રશમરતિ
૧૬૭ રત્નત્રયનો આરાધક કોણ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org