________________
વ્યવહારનયથી સમ્યજ્ઞાનાદિના કારણભૂત ગુરુગમ, ગુરુવિનયાદિના સમાગમને યોગ કહે છે. કારણમાં કાર્યનો ઉપચાર છે. જો તે ગુરુજનોનો સમાગમ સભ્યજ્ઞાનાદિનું કારણ ન બને તો તે યોગ નથી. જિનાજ્ઞાયુક્ત ભક્તિ આદિ આ યોગનો પ્રકાર છે. દયાદિરૂપ મૂળ ધર્મના પરિણામ તે આ યોગ છે. શાસ્રશ્રવણની તીવ્ર જિજ્ઞાસા આ યોગનો પ્રકાર છે.
યોગ અસંખ્ય પ્રકારના છે. પ્રસ્તુત ગ્રંથમાં મર્યાદિતપણે ઉલ્લેખ કરીશું કારણકે :
શાસ્ત્ર ઘણા મતિ થોડલી, મનમોહન મેરે, શિષ્ટ કહે તે પ્રમાણ; સુયશ લહે એ ભાવથી, મનમોહન મેરે, ન કરે જૂઠ ડફાણ. -ઉ. શ્રી યશોવિજયજી દૃષ્ટિ એટલે સમજણ, જ્ઞાન, આશય, બોધ, અભિપ્રાય કે શ્રદ્ધા છે. જીવને જે બાજુ શ્રદ્ધા, દૃષ્ટિ થાય છે તે યોગમાં તે પ્રવર્તે છે.
અનાદિકાળની મોહવશતાને કારણે જીવ માત્ર ઈન્દ્રિયજનિત સુખની લાલસાવાળા હોય છે. તેઓ પૌદ્ગલિક પદાર્થો મેળવવા, ભોગવવા અને સાચવવા નિરંતર પ્રયાસ કરે છે, તેમાં મહદ્અંશે દુઃખ જ પામે છે. દુઃખને કારણે ભયભીત હોય છે. તેમને આત્મિક કે પારમાર્થિક સુખનો બોધ નથી. આથી આ જીવો સાંસારિક સુખની સામગ્રીમાં વિઘ્ન આવે તો દુ:ખી થાય છે. આવા ઓઘદૃષ્ટિવાળા જીવોને તે ઈન્દ્રિયજનિત સુખ મેળવવાનું શીખવવું પડતું નથી. એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના સૌ જીવો તે પ્રકારનું સુખ શોધી લે છે. પરિણામે ઈષ્ટના સંયોગમાં સુખી અને વિયોગમાં દુઃખી થાય છે.
યોગાનુયોગ જે જીવોની ભવસ્થિતિ પરિપાક થાય છે, તેનો કર્મમળ ઘટે છે, તેવા જીવો ચરમાવર્તમાં આવે છે. ત્યારે તે જીવોને મોક્ષ પ્રત્યેની, તે પામવાની ભાવનાના અંશો જાગૃત થાય છે. ત્યારે તેમને સમજાય છે કે પૌદ્ગલિક સુખ સાચું સુખ નથી. તે સુખ તેમને દુઃખરૂપ લાગે છે, પરંતુ હજી મિથ્યાત્વનું જોર હોવાથી તે સુખોનું આકર્ષણ થાય છે. છતાં આંશિક વૈરાગ્ય પણ મહત્વનો છે. આ જીવની પાત્રતા ચરમાવર્તની હોય છે. એટલે ભવભ્રમણની મર્યાદામાં આવ્યો કહેવાય.
હારિભદ્રિ યોગદર્શનમાં જણાવ્યું છે કે ચરમાવર્ત એટલે ચૌદરાજલોકની અનંતવારની પ્રદક્ષિણાનો સંક્ષેપ થઈ જાય છે. આ છેલ્લું આવર્ત છે. આ જીવમાં કેટલુંક પરિવર્તન થાય છે. તેના લક્ષણો આ પ્રમાણે છે.
યોગદૃષ્ટિ સમુચ્ચય
Jain Education International
૧૯૪
For Private & Personal Use Only
www.jainelibrary.org