________________
આશ્ચર્યકારી દેવેન્દ્રોની વિભૂતિ કરતાં અનેકગણી ઋદ્ધિના સ્વામી આત્માનંદમાં મગ્ન મુનિ છે. જો કે દેવલોકના સુખ-ઋદ્ધિ સાથે સરખામણી પણ વામણી લાગે તેવી મુનિની આંતરિક સમભાવની સમૃદ્ધિ ઋદ્ધિ છે. જાણે તે માણે, માણે તે જાણે તેને શું ઉપમા આપી શકાય?
અહો ! ધન્ય તે મુનિવરા, ધન્ય તે વેળા, ધન્ય તે ક્ષેત્ર.
100 100 101
ર૪. મોક્ષનું સુખ અનંત અવ્યાબાધ કેમ?
દેહ અને મનના સભાવથી શારીરિક અને માનસિક દુઃખ કે પરાધીન સુખનો અનુભવ થાય છે. શરીર અને મનના અભાવથી સિદ્ધાત્માને અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય છે.
દુનિયામાં સામાન્ય રીતે ચાર અર્થોમાં સુખ શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે.
૧. વિષયોમાં ૨. વેદનાના અભાવમાં ૩. પુણ્યકર્મના વિપાકમાં ૪. મોક્ષમાં.
૧. વિષયોમાં સુખઃ આ સંસારમાં મધુર શબ્દો, સુંદર રૂપ, ભોજન, મૃદુ સ્પર્શ, ધન સંપત્તિ વગેરે માટે સુખ શબ્દ વપરાય છે.
૨. વેદનાના અભાવમાં સુખ શારીરિક રોગના અભાવમાં કે કોઈ આફત દૂર થાય ત્યારે જીવને લાગે છે હવે હું સુખી થયો.
૩. પુણ્યકર્મના ઉદયમાં સુખ : પુણ્યના ઉદયે સ્વજનાદિમાં સંપ હોય, વાડી બંગલા જેવા સાધન મળે, યશકીર્તિ મળે, ત્યારે જીવને લાગે કે હું સુખી છું.
૪. મોક્ષમાં સુખ : આ પ્રકાર ઉપરના ત્રણે સુખ કરતાં જુદો છે. આ સુખમાં બહારના કોઈ સાધનની અપેક્ષા નથી તે વધતું ઘટતું નથી. કોઈ બાધા પહોંચતી નથી તેથી આ સુખ અવ્યાબાધ શાશ્વત અને અનુપમ છે. સ્વાધીન, સ્વભાવભૂત તથા વચનાતીત છે.
દુઃખના કારણો શરીર અને મન છે, શરીરને રોગાદિથી દુઃખ ભોગવવું પડે છે. માનસિક ચિંતાથી મન દુઃખ ભોગવે છે. કર્મ રહિત મુક્તાત્માને શરીર જ નથી તો પછી શરીરના રોગાદિનું દુઃખ વ્યાધિ ક્યાંથી હોય? મુક્તાત્માને મનાદિ યોગ જ નથી તો પછી માનસિક વ્યાધિ કયાંથી હોય? જગત સાથે કંઈ લેવાદેવાનો સંબંધ નથી તો પછી ઉપાધિ કયાંથી હોય? ન આધિ, વ્યાધિ કે
૧૭૨ મોક્ષનું સુખ અનંત અવ્યાબાધ કેમ?
પ્રશમરતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org