________________
XIIIIIIIIIIIXXXXXXX
: ૨. વૈરાગ્યની અન્ય અવસ્થાઓ :
વૈરાગ્યના મર્મને સમજવા તેના પર્યાયવાચી શબ્દોનું અનુશીલન કરી વૈરાગ્યભાવના પુષ્ટ કરવી છે. પ્રથમ-વૈરાગ્ય એ આત્મિકગુણ છે.
માધ્યસ્થ : ઔદાયિક ભાવોના નિમિત્તોમાં ન રાગ ન ટ્વેષ. વૈરાગ્ય : વિરાગતા-ઈન્દ્રિયાદિ વિષયોમાં રાગ - દ્વેષની મંદતા. શાંતિ : રાગ-દ્વેષના ઉદય વગરની ચિત્તની સ્વસ્થતા. ઉપશમ : વર્તમાન સમયમાં રાગ-દ્વેષ દબાયેલા રહે, ઉપશાંત થાય.
પ્રશમ રાગદ્વેષ રહિત આત્મવિશુદ્ધિ, ઉપશમમાં દબાયેલ છે પ્રશમમાં રાગદ્વેષનો અભાવ છે.
દોષક્ષય ઃ વૈરાગ્યની પ્રબળતાને કારણે રાગદ્વેષ જેવા દોષનો ક્ષય થાય છે.
કષાય જય : ક્રોધ, માન, માયા, લોભ પર આત્માનો વિજય.
વૈરાગ્યના ભિન્ન ભિન્ન પર્યાયો-અવસ્થાઓમાંથી તમે ગમે તે એકને ગ્રહણ કરો, તેનું દઢતાથી સેવન કરો તે વીતરાગતા રૂપે પરિણમી જશે, તેનું એકમ એ પ્રશમરસ છે. એ પ્રશમભાવ આત્મશાંતિદાયક છે. જગતમાં અન્યત્ર એ શાંતિ મળતી નથી. હે જીવ! તમે શાંતિના ચાહક શા માટે અશાંતિ ઉભી કરો છો? વળી શાંતિ-પ્રશમના જેવા ભાવો જીવે બજારમાં લેવા જવાના નથી તે તારી ભાવનાની હાટમાં ભરેલા છે, તેનો પરિચય કરીને પ્રશમરસનું પાન કર. યદ્યપિ આ પ્રશમરસના અધિકારી નિષ્પાપ જીવનધારી મુનિઓ છે. છતાં ગૌણપણે સાધક એનો અભ્યાસ કરી શકે. જો વૈરાગ્ય નથી તો આત્મા રાગથી મલિન થાય છે.
૩. રાગની અવસ્થાઓ
જો જીવ તું વિરાગ ભાવનું સેવન નહિ કરે તો રાગ તો તારા પ્રદેશે પ્રદેશે વ્યાપેલો છે. તેના પર્યાયવાચી નામો જાણીને તેનાથી દૂર થવા પ્રયત્ન કરજે કે રાગનો પરિવાર કંઈ ઉપયોગી નથી.
ઈચ્છાઃ રાગનું મૂળ છે. પદાર્થો જોયા નથી, સાંભળ્યા નથી કે તેની પાછળ આંધળી દોડ મૂકે છે. મળી જાય તો રાજી થાય છે.
પ્રશમરતિ Jain Education International
૯૮ વૈરાગ્યની અન્ય અવસ્થાઓ અને રાગની અવસ્થાઓ For Private & Personal Use Only
www.jainelibrary.org