________________
જેનું ચિત્ત પ્રશાત હોય, જે મનને વશ રાખતો હોય, મનોયોગ એ ઉપધાનવાળો હોય, અતિ અલ્પ ભાષી હોય, ઉપશાન્ત હોય અને જિતેન્દ્રિય હોય તે જીવને પદ્મ લેશ્યાવાળો જાણવો.
(૬) શુકલ લેશ્યા આર્તધ્યાન અને રૌદ્રધ્યાન છોડીને જે ધર્મધ્યાન અને શુકલધ્યાન ધ્યાવતો હોય, જેનું ચિત શાત હોય, જેનો આત્મા વશમાં હોય જે સમિતિ અને ગુપ્તિવાળો હોય, જે સરાગ સંયમી કે વીતરાગ હોય જે ઉપશાન્ત અને જિતેન્દ્રિય હોય તેને શુકલ વેશ્યાવાળો જાણવો. ઉપરની લેશ્યામાં પ્રથમની ત્રણ અશુભ લેગ્યા છે. મહઅંશે તે પ્રમાણે પરિણામ હોય છે. પછીની ત્રણ શુભ લેશ્યા છે તેના પરિણામ શુભ છે. દષ્ટાંત : લેગ્યા ઉપર ઉપનય ક્યા.
છ મિત્રો ફરવા ગયા એમણે એક સ્થળે જાંબુનું વૃક્ષ જોયું. સહુને જાંબુ ખાવાની ઈચ્છા થઈ. સહુના મનમાં જુદા જુદા વિચાર આવ્યા. પહેલા મિત્રે કહ્યું. વૃક્ષ ઉપર ચઢવાની મહેનત કોણ કરે? માટે વૃક્ષને કાપીને નીચે પાડો અને મજેથી ફળ ખાઓ.
બીજા મિત્રે કહ્યું. આખા વૃક્ષને કાપી નાંખવાથી શું લાભ? વૃક્ષની મોટી મોટી શાખાઓને કાપીએ. ફળ મળી જશે અને વૃક્ષ બચી જશે,
ત્રીજા મિત્રે કહ્યું મોટી મોટી ડાળો પણ શા માટે કાપવી જોઈએ? જે નાની ડાળીઓ ઉપર જાંબુ લાગેલા છે એ ડાળીઓ જ તોડીએ અને ફળો ખાઈએ વૃક્ષને વધુ નુકસાન નહીં થાય.
ચોથા મિત્રે કહ્યું નાની ડાળીઓ શા માટે તોડવી જોઈએ? ફળના ગુચ્છાઓ તોડી લઈએ ! આપણે તો ફળ જ ખાવા છે ને ? ડાળીઓ તોડવાની જરૂર નથી.
પાંચમા મિત્રે કહ્યું ગુચ્છા પણ તોડવાની જરૂર નથી. ગુચ્છામાં તો કાચાં પાકાં બધા ફળ હોય. આપણે તો પાકા ફળ જોઈએ છે, એટલે વૃક્ષને અને ડાળીઓને હચમચાવી નાંખો. પાકા ફળ ખરી પડશે. એ ખાઈશું.
છઠ્ઠા મિત્રે સહુને પ્રેમથી સમજાવતાં કહ્યું શા માટે બિચારા વૃક્ષને કાપવું? શા માટે ડાળીઓ તોડવી? શા માટે વૃક્ષને હચમચાવવું? જુઓ, જમીન ઉપર અનેક પાકા ફળ પડેલા જ છે. તે લઈ લો અને ખાઓ. વ્યર્થ શા માટે વૃક્ષને નુકશાન કરવું.
આ છ વેશ્યાઓને સ્પષ્ટતાથી સમજાવતી ઉપનયકથા છે. પહેલો પ્રશમરતિ
૧૨૬ કષાયો સહિત જેના દ્વારા આત્મા લેપાય તે લેશ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org