________________
કહ્યા છે. વાસ્તવમાં દેવો પણ ભયભીત છે. લોભી છે, મૃત્યુ છે, એટલે દુઃખ તો છે જ. એટલે દેવેન્દ્રોને સાધુની સમાધિ જેવું સુખ નથી. વીતરાગ જેવા કહેવાતા અનુત્તરવાસી દેવોને પણ આગામી જન્મનું દુઃખ છે.
ગ્રંથકાર કહે છે કે સાધુ મહાત્માને આ જગતમાંથી કંઈ મેળવવું નથી. બાહ્ય સુખ અને દુઃખથી તેઓ મુક્ત છે. તેમને લોક અપેક્ષા નથી. દેહનિભાવ જેવો ઉપચારથી લોકવ્યવહાર હોય છે.
પ્રશમ સુખના સ્વામી કે સાધુજનો! તમારે સાંસારિક લૌકિક સઘળી પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો. મનથી, વચનથી કે કાયાથી તેમાં પ્રવૃત્ત ન થવું. સ્વરૂપના સંવેદનમાં રહો એટલે તમે પ્રશમસુખના સાગરમાં છો.
મનાદિ યોગને પરભાવથી મુક્ત રાખવા શાસ્ત્રજ્ઞાન નહિ ચાલે, પરંતુ આત્મજ્ઞાન, પરિણત જ્ઞાન, સ્વસંવેદન જ્ઞાન જે આત્મપ્રદેશે પ્રદેશે ઝળહળતા પ્રકાશ જેવું છે. અર્થાત્ તે સુખ પ્રશમરસના સાગર જેવું છે. નિવૃત્તિની ગુફામાં આ સુખ છે. અપ્રમત્તયોગીનું આ સુખ છે.
ગ્રંથકારશ્રી કહે છે કે તે સાધુ! તમે સંસાર, સ્વજન, પરજન આદિનો ત્યાગ કરીને નીકળ્યા છો, અર્થાત્ જે વસ્તુ આત્માની નથી તે ત્યજી દીધું છે. માત્ર સાધનાનું બાહ્ય સાધન દેહ જ તમારી સાથે છે. તેના મમત્વનો પણ ત્યાગ છે પછી તમને ચિંતા, ભય, વિકલ્પ શો? તમે અંતર બાહા સ્વસ્થ છો. હવે તમારું કેન્દ્રસ્થાન સ્વરૂપચિંતન, સ્વરૂપનિષ્ઠા છે. તેને બાધક કરતાં રાગાદિ પણ ત્યજયા છે, અને ઈન્દ્રિયોને તો તમે સ્વવશ કરી છે. આવા અંતરદાહના ત્યાગી તમે સાધુ સ્વસ્થ છો.
સ્વરૂપસ્થ, સ્વસ્થ સાધુ સદા સ્વમાં મગ્ન છે. આ જગતના માનાદિ, અહંકારાદિ તેમને પરાજિત કરતા નથી. તે સાધુ પુરૂષોએ પૌદ્ગલિક સર્વ પદાર્થોથી મનાદિ યોગથી, સ્વની ભિન્નતા જાણી છે તેથી તેઓ સદા સ્વરૂપસ્થ હોવાથી સ્વસ્થ છે.
યદ્યપિ સાધુને ઉદર નિર્વાહ પણ સંયમ અર્થે કરવાનો છે તેથી જનસંપર્ક નિમિત્ત માત્ર છે તે લૌકિકવ્યવહાર બંધન કે બાધક નથી. ભિક્ષાદિ માટે ઉપચારથી લોકજનિત વિકલ્પ છે કે કેવા ગૃહસ્થના ઘરેથી ભિક્ષા લેવી કે જેથી આહારશુદ્ધિ અને લોકવ્યવહાર ઉચિતપણે જળવાય, અને લોકહિતનું પણ કારણ બને. એ લોકસંપર્ક એવો ન હોવો જોઈએ કે જેથી વૈરાગ્યના ભાવને બાધા પહોંચે. આહારમાં રસવૃત્તિનું પોષણ ન થાય. વિકાર પેદા ન થાય તેવી ભિક્ષાવૃત્તિ રાખવી જોઈએ.
પ્રશમરતિ Jain Education International
૧૩૮ For Private & Personal Use Only
પ્રવજયા www.jainelibrary.org