________________
“જાતીય વાસનાને, વિષયોને શાંત કરવા. ક્રોધાદિ કષાયોનો ઉપશમ રવો. હાસ્યાદિ, શોકાદિ પ્રસંગોમાં સ્વસ્થ રહેવું. પદ્ગલિક પદાર્થોની પ્રીતિનો ત્યાગ ક્રવો. અપ્રિય પદાર્થોમાં મૂંઝાવું નહિ. પ્રિયજનના વિયોગમાં શોક કરવો નહિ. ભય વડે આકાંત કે વ્યાકુળ થતા નહિ. નિંદા કે તિરસ્કારના પ્રસંગે મધ્યસ્થ રહેવું.”
આવા પ્રકારે પ્રશાંત થયેલો આત્મા પરમસુખને માણે છે. એકવાર સપુરૂષોના વચનમાં પ્રતીતિ રાખી પગને ખોટા માર્ગેથી ઉપાડી લે છે. સાહસ કરી લે પછીની ખૂબી તેને જણાય છે. પ્રશાંતાત્માના સુખનું વર્ણન કેટલું થઈ શકે તે તો અનુભવે જ સમજાય તેવું છે.
જેની દૃષ્ટિ મિથ્યાભાવથી મુક્ત છે તે સમ્યગુદૃષ્ટિ કે જેને જડ ચેતન પદાર્થોના લક્ષણનું જ્ઞાન છે, તે પ્રત્યેના ભિન્નતાનો નિશ્ચય વર્તે છે તેવા જ્ઞાની કે જે શુદ્ધાત્માના આશ્રયે સ્વરૂપ ધ્યાનમાં મગ્ન છે. જેની ઈચ્છાઓ શાંત થઈ છે. નિવગુણના વૈભવને જે માણે છે તે તપસ્વી જેવા પ્રશાંત આત્મા નિજાનંદમાં લીન છે. તે આનંદ અતીન્દ્રિય છે.
વળી જે સ્વાત્મામાં મગ્ન છે, પરાગમાં ભ્રમરની જેમ ગુણોમાં લીન છે તે કદાચ શાસ્ત્રજ્ઞાન જાણતો ન હોય, ધ્યાનના લક્ષણો જાણતો ન હોય, કદાચ તપ કરી શકતો ન હોય તો પણ નિજાનંદને માણે છે. તેના મૂળમાં પ્રશાંતવાહિતા છે અર્થાત્ આત્મશાંતિરૂપ સ્વસંવેદનનું તે સુખ છે. તેનું વર્ણન વચનગોચર નથી. માત્ર અનુભવગોચર છે.
નિજાનંદના સુખને માણવા સાધુ-સાધકને લોકસંપર્ક બાધક છે. કારણ કે આ સુખ કોઈ ચક્રવર્તી કે ઈન્દ્રના સુખથી પણ અધિક છે. ચક્રવર્તી આદિના સુખ બહારના સાધનોની અપેક્ષાવાળા છે. અન્યથી ભય સહિત છે. મારાથી બીજાનું સુખ વધી જશે? તેવી શંકાવાળું છે, તેથી મળેલા તે સુખના રક્ષણ માટે ઈન્દ્રિયાદિ કે આજનો સંપન્ન માનવ પણ સર્ચિત છે. ચિંતાથી ગ્રસાયેલાનું સુખ કેવી રીતે સુખ મનાય?
દૃષ્ટાંત જ્ઞાની સાધુપુરુષ વિકલ્પોની જાળથી મુક્ત છે. એક સાધુના પાત્રા સાંજે ચોરાઈ ગયા. સાધુ વિચારે છે કે સવારે અગિયાર વાગે જરૂર પડશે તેનો વિકલ્પ હમણા શા માટે કરવો ! અને જ્ઞાન ધ્યાનમાં લાગી ગયા. પાત્રાદિના વિકલ્પોના દ્વાર જ બંધ પછી તેમને વ્યાકૂળતા શાની ? એવા સાધુ હંમેશા સ્વસ્થ હોય છે. ભાઈ તું જમ્યો ત્યારે વસ્ત્ર કે પાત્ર લઈને જન્મ્યો હતો? મરતાં તે સાથે લઈ જવાનો છું! તો પછી વચગાળામાં
પ્રશમરતિ
૧૩૬ For Private & Personal Use Only
Jain Education International