________________
દર્શનાચાર છે. (સમ્યકત્વાચાર)
૨. જ્ઞાનાચાર : દર્શનાચારની શ્રદ્ધા વડે મતિ અને શ્રુતજ્ઞાનનો યથાર્થ બોધ થવો. વળી દર્શનાચારની શ્રદ્ધારૂપ પરિણતિથી અને પવિત્રતાથી અનુક્રમે અવધિજ્ઞાનાચાર, મન:પર્યવજ્ઞાનાચાર અને કેવળજ્ઞાનાચાર પ્રગટ છે, આમ મતિ, શ્રત, અવધિ અને મન:પર્યવજ્ઞાનના ક્ષયોપશમ દ્વારા તે તે જ્ઞાનાચાર પ્રગટે છે. કેવળજ્ઞાનાવરણ કર્મનો ક્ષય થવાથી કેવળજ્ઞાનાચાર પ્રગટે છે કારણકે તે પૂર્ણ જ્ઞાન છે, તેથી તે આવરણના ક્ષયથી પ્રગટે છે. નિશ્ચયથી જ્ઞાન સ્વરૂપ આત્માનો જ્ઞાયકસત્તા વડે સ્વીકાર કરવો. કે આત્મા ત્રિકાળ ધ્રુવ જ્ઞાયક સ્વરૂપ એટલે સ્વપર પ્રકાશક છે પરંતુ કર્તા ભોક્તા નથી તે નિશ્ચયથી જ્ઞાનાચાર છે.
૩. ચારિત્રાચાર : રાગાદિભાવને ઉપશાંત કરે. કર્મોના સમૂહને ક્ષય કરતા જવું. તે માટે પાંચ સમિતિ ત્રણ ગુપ્તિની આરાધના કરવી. પાંચ મહાવ્રત પાળવા વિગેરે ચારિત્રાચાર છે. નિશ્ચયથી સ્વરૂપમાં સ્થિરતા, રમણતા અને વૈરાગ્યમય પરિણતિ તે શુદ્ધ ચારિત્રાચાર છે. તેના મુખ્ય અધિકારી સાધુજનો છે.
૪. તપાચાર : બાર ભેટવાળા તપાચાર છે તેના છ બાહા અને છ અત્યંતર ભેદ છે. બાહ્યતપ અત્યંતર તપની વાડ જેવા છે. અત્યંતર તપ શુદ્ધિનું કારણ હોઈ કર્મ નિર્જરા કરે છે.
બાહ્યતપ : અનશન, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ અને રસત્યાગ આહાર સંયમ માટે છે. સંલીનતા (આસન સ્થિરતા), કાયકલેશ (કાયાનો સંયમ) કાયશુદ્ધિ માટે.
. અત્યંતર : પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય મનની શુદ્ધિ માટે છે. ધ્યાન અને કાયોત્સર્ગ ચેતના શુદ્ધિ માટે છે.
નિશ્ચયથી તપ ઈચ્છાઓના નિરોધરૂપ છે. વળી નિજગુણ પ્રાગટ્ય માટે તપ છે.
૫. વીર્યાચારઃ વીર્ય એટલે આત્મશક્તિ આગળના ચારે આચારોનું યોગ્ય પાલન કરવા માટે આત્મશક્તિનો ઉપયોગ અપ્રમત્ત રહીને કરવો તે વિર્યાચાર છે.
આ આચારાંગના અધ્યયન માટે મુનિજનોને છકાયના જીવોની રક્ષા, પૌલિક ક્ષેત્રાદિનો ત્યાગ, પરિષદો પર વિજય અને દઢભાવપૂર્ણ સમ્યક્ત હોવું જરૂરી છે.
પ્રશમરતિ Jain Education International
૧૩૨ શ્રી આચારાંગસૂત્ર અધ્યયન For Private & Personal Use Only
www.jainelibrary.org