________________
આહારદાન કર્યું, પરિણામે રિદ્ધિસિદ્ધિ પ્રાપ્ત થઈ અંતે તે સર્વનો ત્યાગ કરી મોક્ષગામી બન્યા. દ્રવ્યદાન કરતા ભાવદાનની, પરિણામશુદ્ધિની વિશેષતા છે. જેની પાસે પરિગ્રહ છે તેણે દાનધર્મને સ્વીકારવો અને મૂછ ઘટાડવી. દાનથી પરિગ્રહ સંજ્ઞાનો સંસ્કાર મંદ પડે છે.
શીલધર્મ : શીલ સુખોનું ધામ છે. જેના વડે દુઃખદારિદ્ર દૂર થાય છે, શીલ તો શ્રેષ્ઠ શણગાર છે. શીલથી જીવનનું સત્વ અને તત્ત્વ પ્રગટ થાય છે વ્રતમાં બ્રહ્મચર્ય શ્રેષ્ઠ છે તેમ ગૃહસ્થજીવનમાં શીલ શ્રેષ્ઠ ધર્મ છે. શીલ વડે વ્રતની દઢતા થાય છે. શીલથી મૈથુન સંજ્ઞાનાં સંસ્કાર શિથીલ થાય છે. જીવનમાં પવિત્રતા વધે છે. શીલમાં પાંચ વ્રત પણ સમાય છે.
તપધર્મ : પૂર્વના કઠિન કર્મોને નષ્ટ કરવા તપ મહાન ધર્મ છે. ઈન્દ્રિયોના વિષયોનું વિષ તપ દ્વારા દૂર થાય છે, સંયમ રૂપ અમૃતની પ્રાપ્તિ થતાં જીવ તપ દ્વારા પરંપરાએ મોક્ષગામી બને છે. ઘનઘોર વાદળા પવનથી વિખરાઈ જાય છે તેમ નિકાચિત કર્મોનું પણ તપ દ્વારા દહન થાય છે. તપ દ્વારા સંતોષ, શાંતિ, અભયદાન જેવા ગુણો વિકાસ પામે છે. તપથી આહાર સંજ્ઞાનું બળ મંદ પડે છે. બાર તપથી ઈચ્છાઓની અતૃપ્તિનો નાશ મુખ્યપણે દર્શાવ્યો છે. તપકર્મ નિર્જરાનું બળવાન સાધન છે.
ભાવધર્મ ઃ બધા જ પ્રકારમાં ભાવધર્મની મુખ્યતા છે, ભાવધર્મ એટલે ચિત્ત શુદ્ધિ, જે સ્વભાવરૂપ ધર્મ છે. ભાવધર્મ દ્વારા જીવ મિથ્યાત્વનો નાશ કરી સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. પરિણામે આત્મા સ્વભાવધર્મને પામીને શાશ્વત સુખ પામે છે. જન્મ મરણના દુઃખથી મુક્ત થાય છે. ભાવની શુદ્ધિ દ્વારા ભય જેવી સંજ્ઞાનું બળ ઘટે છે.
“વત્યુ સહાવો ધમ્યો'' ધર્મ આત્માનો સ્વભાવ છે. તે સ્વભાવની અંતર્ગત અનેક ગુણોનો ભંડાર સમાયેલો છે. તે અન્વયે દસ યતિધર્મનો સમાવેશ થાય છે. ક્ષમાદિ દશવિધ ધર્મ સંસારનો વિરોગ ટળવાનું રસાયણ છે. ભાવ શુદ્ધિનું અમોઘ સાધન છે. સંસારી જીવોને ક્ષમાદિ ધર્મ પામવો દુર્લભ છે. સંયમધારી મહાત્માઓને તે ધર્મ સુલભ છે. અન્યત્ર તેનો વિસ્તાર આપ્યો છે.
આવો ધર્મ દુર્લભ છતાં મનુષ્ય દેવગુરૂની આજ્ઞા દ્વારા સુલભતાથી સાધ્ય કરી શકે છે. દુર્ગતિમાંથી રક્ષણ આપનાર આ ધર્મ છે. તેનું આરાધન કરનાર શૌર્યવાન અને ધર્યવાન જોઈએ. ધર્મ એ ગૂઢ રહસ્ય છે. તે ગહન ચિંતન, મનન અને ધ્યાન દ્વારા પ્રાપ્ત છે. ધર્મ સ્વયં સ્વભાવ છે.
ચિંતનયાત્રા Jain Education International
७४ For Private & Personal Use Only
ભાવ ભાવના www.jainelibrary.org