________________
૮. સંવર ભાવના છે.
ત્રિક આસવ નિરોધ : સંવર :
આસવના રોકાવા સિવાય સંવર-ધર્મ-આધ્યાત્મિક વિકાસ થતો નથી. જેમ નાવમાં છિદ્રો પડે ને પાણી ભરાય તો નાવ ડૂબી જાય તેથી સૌ પ્રથમ છિદ્રો પૂરી દેવા જોઈએ. તેમ જીવના આધ્યાત્મિક વિકાસને રૂંધતા આસવના મુખ્ય ૪૨ છિદ્રો પૂરવાના છે. શાસ્ત્રકારશ્રી સંવરના પ૭ ભેદ બતાવે છે. સંવર કેવી રીતે કરશો ? ૧. ત્રણ ગુપ્તિ : મન, વચન, કાયાના યોગનો નિગ્રહ કરવો તે ગુપ્તિ. (૧) મનગુપ્તિ : મનથી દુર્થાન ત્યજવું. સંકલ્પવિકલ્પ શમાવવા મૌન
પાળવું. સાધુજનોએ આજીવન અને શ્રાવકે સામાયિકમાં કે પૌષધમાં ગુપ્તિધર્મ પાળવાનો છે. નિરંતર થતી બાહ્ય પ્રવૃત્તિને રોકી એકાંતમાં શુભધ્યાન, ધર્મધ્યાન કે શુકલધ્યાનની ભાવના કરી વિકલ્પોનો નિરોધ કરવો તે મનગુપ્તિ છે. વચન ગુપ્તિ: મૌન ધારણ કરવું. સમિતિમાં હિતકારી વચન બોલવાના છે પણ ગુપ્તિમાં તો વાચિક અને માનસિક મન પાળવાનું છે. તેનો મુકરર સમય પણ નિશ્ચિત રાખવો. વાસ્તવમાં યોગનિરોધ તે સાચો
સંવર છે. (૩) કાયપ્તિ : શરીરની ચેષ્ટાનું નિયમન અથવા આસનસ્થ રહેવું.
સાધુનું જીવન ગુપ્તિયુક્ત હોવું જોઈએ. જરૂરી શરીરની ચેષ્ટા, હલન, ચલન, ઉઠવું, બેસવું બધી જ ક્રિયાથી વિરામ પામી આસનસ્થ થવું. કાયા અમુક સમય આસનસ્થ રહે તેમ કેળવવી. પાંચ સમિતિઃ સમ્યકપ્રકારે, જયણાપૂર્વક પ્રવૃત્તિ કરવી. સાધુજનો ગમનાગમન સમયે વસ્તુ કે આહારાદિક્રિયા સમયે અન્ય જીવને હાનિ ન થાય તેમ પ્રવર્તે. હિતકારી અને પરિમિત, પ્રિય વચન બોલે. મળમૂત્ર કે અનઉપયોગી વસ્તુઓનું વિસર્જન યત્નાપૂર્વક કરે. સમિતિ અને ગુપ્તિ અન્યોન્ય પૂરક છે. છતાં ગુપ્તિ આંતરિક સાધના છે. સમિતિમાં પર જીવોની જયણાની વિશેષતા હોય છે. બધી જ
વિષમતાથી મુક્ત તે સમિતિ - ગુપ્તિરૂપ સંવર છે. ૩. બાવીસ પરિષદ : પરિષહ આવતા કોને સમભાવે સહન કરવા.
ચિંતનયાત્રા Jain Education International
૫૫ For Private & Personal Use Only
સંવર ભાવના www.jainelibrary.org