________________
ગ્રંથિ તૂટી છે, ભદાઈ છે, તેવા ત્યાગી-જ્ઞાની, અનાસક્ત, સમ્યમ્ દષ્ટિ, જીવોની નિર્જરા સકામ છે. પુનઃ તેવા કર્મો બંધાતા નથી જે દીર્ઘ સંસારીપણે ભોગવવા પડે. કર્મ વૃક્ષનું મૂળ તેમણે છેદી નાંખ્યું છે. તેથી નવીન કર્મફળ આવતું નથી.
અનિચ્છાએ અજાગૃતાવસ્થામાં ઉદય આવી કર્મ સહજ રીતે ખરે કે ઓછા થાય તે અકામ નિર્જરા છે. જેમ ઝાડના ડાબા પાંખડા કપાય અને મૂળ જમીનમાં જીવંત રહે તો પુનઃ ડાળા પાંખડા ફૂટે. તેવી અજ્ઞાની જીવોની દશા છે, જેથી ઉદયકર્મ ભોગવે અને નવા બાંધે. અનાદિકાળથી તેમ થતું આવ્યું છે.
વળી જ્ઞાનીજનોનો પુરૂષાર્થ એવો હોય છે કે ઘણા લાંબા સમયે કર્મ ઉદયમાં આવવાનું હોય છે તેને પુરૂષાર્થ દ્વારા ઉદીરણા કરી કર્મફળ ભોગવી લે છે, વળી નવું ન બંધાય તેવી જાગૃતિ રાખે છે. આમ સર્વ કર્મનો ક્ષય નિર્જરાની આત્મશક્તિ દ્વારા કરે છે. કર્મ તેના વિપાકે ઉદયમાં આવે ત્યારે તેની અસર પણ વધુ હોય છે. અને જીવ જાગૃત ન હોય તો નવા કર્મ વધુ બંધાય છે. ઉદીરણામાં સાધકની તૈયારી હોવાથી સહજરૂપે કર્મનો ક્ષય કરે છે.
કોઈ આવેશથી કે દુઃખથી કંટાળી, કષાયોની ઉત્તેજના દ્વારા આપઘાત કરે તો તે ઉદીરણા નથી તે વધુ કર્મબંધનકર્તા છે. કદાચ તે વખતે સહન કરી લે તો પણ તે હિતકારી નથી કારણકે મૂળમાં કષાયનો ભાવ છે.
કષાય બંધનું કારણ દેહ જ છે તેવું નથી. કેવળજ્ઞાનીને દેહ તો હોય જ છે, બંધનું ખરું કારણ રાગ, દ્વેષ, અજ્ઞાન, મોહ, માયા જેવા અશુભ ભાવો છે. જે અશુભ બંધનું કારણ છે. પરોપકાર, વ્રતાદિ, ધર્મક્રિયા, ગુણોનું સેવન શુભભાવો છે જે શુભબંધનું કારણ છે. બંનેનું નિર્જરવું તે કર્મક્ષયનું કારણ છે.
આ તપના મુખ્ય બે પ્રકાર છે. ૧. બાહાતપ ૨. અત્યંતર તપ બાહ્ય તપના છ પ્રકાર :
(૧) અનશન : ઉપવાસાદિ તપ કે સમયની મર્યાદામાં ચારે આહારનો ત્યાગ. બહારમાં ભોજન ત્યાગ કર્યા પછી ભોજનના વિકલ્પનો પણ ત્યાગ કરવો. અને ઉપવાસ કરી અન્ય આરંભાદિ પ્રવૃત્તિઓનો ત્યાગ કરી આત્માના ભાવમાં સ્થિર થવું આત્મા સમીપ રહેવું. સાંસારિક પ્રવૃત્તિનો ત્યાગ કરી આવશ્યક અવલંબન ગ્રહણ કરી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં નિવાસ કરવો. દીર્ઘ સમયના ઉપવાસ છતાં ભોજનનો વિકલ્પ ન ઉઠે તેવું બળ આત્મસ્વરૂપની શુદ્ધ શ્રદ્ધાનથી ટકે છે. મુનિ મહાત્માઓમાં એવું બળ ચિંતનયાત્રા
નિર્જરા ભાવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org