________________
(૧) સામાયિક: પ્રાથમિક આત્મવિશુદ્ધિ, આત્મશક્તિને પ્રગટ કરનાર,
નિર્જરાનો અપૂર્વ લાભ આપનાર, રાગદ્વેષથી મધ્યસ્થભાવ રાખનાર, સમ્યગદર્શનજ્ઞાનચારિત્રનો લાભ આપનાર. છેદોપસ્થાપના પૂર્વના ચારિત્રકાળનો છેદ અને પુનઃ મહાવ્રતોનું સ્થાપન. લઘુદીક્ષાર્થીને વડી દીક્ષા આપવી. લીધેલા મહાવ્રતોનો ભંગ થવાને કારણે પુનઃ મહાવ્રતોનો સ્વીકાર. આ પ્રકાર પ્રથમ અને ચરમ બે તીર્થંકર પ્રભુના સમયમાં હોય છે, બાવીસ જિનના સમયમાં નથી. પરિહાર વિશુદ્ધિઃ પરિહાર–ત્યાગ, વિશુદ્ધિ=વિશેષ શુદ્ધિ. ગચ્છનો ત્યાગ કરી અમુક સાધુજનો વિશેષ તપ આચરે તથા એકાંતમાં રહી ઉગ્ર સાધના કરે. સૂક્ષ્મ સંપરા ચારિત્ર: સૂક્ષ્મ-અતિઅલ્પ, સંપાય-લોભ કષાય. ક્રોધ, માન, માયાના કષાય ક્ષય થયા હોય અને લોભ કષાયનો અતિ સૂક્ષ્મપણે ઉદય વર્તે તે સૂક્ષ્મ સંપરાય ચારિત્ર છે. યથાખ્યાત ચારિત્ર: યથાર્થ સંપૂર્ણ શુદ્ધ ચારિત્ર, મોક્ષના કારણભૂત ચારિત્ર છે. આ ચારિત્ર પ્રગટયે કેવળજ્ઞાન પ્રગટે છે.
પ્રથમ સામાયિક ચારિત્ર વ્રતધારી શ્રાવકને મર્યાદિતપણે હોય છે. પછીના ચાર ચારિત્ર મુનિને જ હોય છે. દેશ કાળ પ્રમાણે જાણવું.
આમ અશુભભાવોથી રક્ષણ કરવા શુભભાવોને પુષ્ટ કરવા આ બાર ભાવનાઓનું અનુપ્રેક્ષણ પુનઃ પુનઃ કરવાથી જીવ વૈરાગ્યથી વાસિત થશે.
સંવર ભાવના ઃ (હરિગીત) નીક બંધ કરતાં આવવું જળનું જાઓ રોકાય છે. સૌ આસવો સંવર થકી તે રીતે અટકી જાય છે. સમિતિ મહાવ્રત પાંચ-પાંચ, મન વચન કાયની ગુપ્તિ ને બાવીસ પરિષહ, ધર્મ દશવિધ, ભાવના વળી બાર છે. આ ભાવ સત્તાવન બને, જે આસવને રોકતાં સ્વપ્ન દશાથી જાગ જીવ, શાને રહા તું ઊંઘમાં ? શુભ ને અશુભથી રહિત થે, શુદ્ધ ભાવ સંવર પામીને બૂરી છિદ્રને, મઝધારથી, તુજ નાવ પાર લગાવી લે.
-
-
-
ચિંતનયાત્રા
૬૦ For Private & Personal Use Only
સંવર ભાવના www.jainelibrary.org
Jain Education International