________________
આધીન થઈ ભયંકર આસ્રવ કરે છે. રસનેન્દ્રિયની લુબ્ધતા દ્વારા મૃત્યુ તરફ ધકેલાય છે. રસના પદાર્થોમાં આસક્ત થઈ તે મેળવવા જીવો પ્રાણ ગુમાવે છે. ધ્રાણેન્દ્રિયવશ, ભ્રમરથી માંડીને મનુષ્ય લુબ્ધ બની મૃત્યુ પામે છે. ચક્ષુન્દ્રિયમાં પતંગિયું લુબ્ધ બની જલી જાય છે. માનવ પણ સૌંદર્યમાં લુબ્ધ બની ભવ વ્યર્થ ગુમાવે છે.
શ્રવણેન્દ્રિયના સુખમાં હરણનું ટોળું શિકારીનો ભોગ બને છે. મધુર સંગીતના સૂરમાં લુબ્ધ બની તે શિકારીને જોઈ શકતા નથી. તે શિકારીની સામે જઈ મરણને શરણ થાય છે. માનવ પણ સૂરા અને સુંદરીના આકર્ષણનો ભોગ બની જીવન વ્યર્થ ગુમાવે છે.
ઈન્દ્રિયોની પ્રકૃતિ અતૃપ્ત છે. જડ અને ચેતન પદાર્થોમાં ઈન્દ્રિયોની લોલુપતા કયારેય શાંત થતી નથી. એ સદેવ અતૃપ્ત રહે છે. માટે જેણે સંસારના બંધનથી મુક્ત થવું છે તે જીવે ઈન્દ્રિય પરવશતા ત્યજવી, તેના પર વિજય મેળવવા પ્રચંડ પુરૂષાર્થ કરવો જોઈશે. અવ્રતના આસવ-અવિરતિ : (પાપ પ્રવૃત્તિ)
હિંસા : જગતમાં જીવો જડ શરીરના પોષણ માટે ઈચ્છાપૂર્તિ માટે સત્તાદિ માટે અનેક પ્રકારની હિંસા કરે છે. હિંસાયુક્ત વ્યાપારાદિ કરે છે. જીવોનો વધ કરવો કે દુઃખી કરવા, પ્રમાદથી કે અજાણતા પણ પ્રાણીવધ થવો વિગેરે હિંસાના પરિણામ આસવ છે.
અસત્ય : સ્વાર્થથી કે પ્રમાદથી, લાભના લોભથી અસત્ય બોલવું, કોઈની વસ્તુ, માલ, મિલક્ત પડાવી લેવા, છેતરવા વગેરે અસત્ય-જુઠાણાથી થતા આસ્રવ છે.
ચોરી અદત્ત, કોઈના અધિકારની વસ્તુ પૂછયા, આપ્યા વગર કે છૂપાવીને લેવી, કરચોરી, વસ્તુને બદલી નાખવી. કોઈ લેખન પદ થોડા ફેરફાર કરી પોતાના નામે ચઢાવવા તે ચોરીથી થતાં આસવ છે.
મૈથુન : જોડવાની ક્રિયા, કામના પૂર્તિ, સ્ત્રી પુરૂષને અન્યોન્ય રતિક્રિયાનું સેવન જેમાં પ્રચુર રાગભાવની ઉત્તેજના હોય છે. યોનિદ્વારમાં રહેતા અનંત જીવોની હિંસા થાય છે. સ્વસ્ત્રીથી અસંતોષ, અત્યંત અસંયમ તથા પરસ્ત્રીસેવન તે મૈથુન છે. વળી અન્યના વિવાહ, લગ્ન કરી આપવા તે મૈથુનના અનુમોદનના પ્રકારમાં છે. તેથી આસવ થાય છે.
પરિગ્રહ : સંપત્તિ કે સામગ્રીમાં, પરિવારાદિમાં, મમત્વ મૂછ તે પરિગ્રહ છે. દ્રવ્યથી ધન્ય ધાન્યાદિ નવ પરિગ્રહ છે અને ભાવથી ચૌદ
ચિંતનયાત્રા Jain Education International
- ૫૧ For Private & Personal Use Only
આસ્રવ ભાવના www.jainelibrary.org