Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
ભોગને પારમાર્થિક તત્ત્વસ્વરૂપ માનનારને ભવસમુદ્રને તરવાનું અશક્ય છે એનું કારણ જે છે તે જણાવાય છે–
स तत्रैव भवो(यो)द्विग्नो, यथा तिष्ठत्यसंशयम् ।
मोक्षमार्गेऽपि हि तथा, भोगजम्बालमोहितः ॥२४-१४॥ स इति-स मायायामुदकसमावेशः । तत्रैव पथि । भवोद्विग्नः सन् । यथेत्युदाहरणोपन्यासार्थः । तिष्ठत्यसंशयं तिष्ठत्येव जलबुद्धिसमावेशात् । मोक्षमार्गेऽपि हि ज्ञानादिलक्षणे तिष्ठत्यसंशयं । મોનસ્વાતમોદિતો મોનિવનવિપ્રમોહિત ત્યર્થ: ર૪-૧૪.
જેને માયાપાણીમાં પાણીનો દઢ આવેલ છે તે ભવમાં(ભયથી) ઉદ્વેગ પામેલો, જેમ ત્યાં ઊભો જ રહે છે તેમ ભોગરૂપ કાદવમાં મોહ પામેલો તે, મોક્ષમાર્ગમાં પણ ઊભો જ રહે છે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય સમજી શકાય છે કે માયાપાણી હોવા છતાં જેને તેમાં “એ પાણી જ છે' એવો ચોક્કસ નિર્ણય છે, એ તે માર્ગમાં ઊભો રહી જ જાય છે; પરંતુ સહેજ પણ આગળ જતો નથી. કારણ કે માયા પાણીમાં તેને જલની બુદ્ધિ થયેલી છે. આગળ પાણી છે જ એમ માનનાર આગળ જાય જ નહિ – એ સમજી શકાય છે.
આવી જ રીતે ભોગના કારણભૂત શરીર, વિષયો અને ઇન્દ્રિયો વગેરેના પ્રપંચ(માયા)થી મોહ પામેલા સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્ર સ્વરૂપ મોક્ષમાર્ગે જતા જ નથી, જ્યાં છે ત્યાં જ ઊભા રહે છે. કારણ કે તેમને ભોગ પારમાર્થિક જણાય છે, મોક્ષમાર્ગ પારમાર્થિક જણાતો નથી. ર૪-૧૪
આ રીતે ગ્લો.નં. ૧૧ થી ૧૪ સુધીના ચાર શ્લોકોથી અક્ષરશઃ યોગદષ્ટિસમુચ્ચયના શ્લોક નંબર ૧૬૫ થી ૧૬૮ સુધીના ચાર શ્લોકોમાં જણાવેલી વાતનું વર્ણન કર્યું. એથી સમજી શકાય છે કે ભોગને પારમાર્થિક ન માનવાના કારણે કાંતાદષ્ટિમાં મોક્ષમાર્ગમાં ચોક્કસપણે દઢતાપૂર્વક ગમન થાય છે. પરંતુ ભોગની પ્રવૃત્તિ ચાલતી હોવાથી તે ધર્મનો બાધ કરનારી તો બને જ ને ? આ શંકાનું હવે સમાધાન કરાય છે–
धर्मशक्तिं न हन्त्यस्यां, भोगशक्ति बलीयसीम् ।
हन्ति दीपापहो वायुलन्तं न दवानलम् ॥२४-१५॥ धर्मशक्तिमिति-अस्यां कान्तायां । कर्माक्षिप्तत्वेन निर्बला भोगशक्तिः । अनवरतस्वरसप्रवृत्तत्वेन बलीयसी धर्मशक्तिं न हन्ति । विरोधिनोऽपि निर्बलस्याकिञ्चित्करत्वाद् । अत्र दृष्टान्तमाह-दीपापहो दीपविनाशको वायुर्व्वलन्तं दवानलं न हन्ति । प्रत्युत बलीयसस्तस्य सहायतामेवालम्बते । इत्थमत्र धर्मशक्तेरपि बलीयस्या अवश्यभोग्यकर्मक्षये भोगशक्तिः सहायतामेवालम्बते न तु निर्बलत्वेन तां विरुणद्धीति । यद्यपि स्थिरायामपि ज्ञानापेक्षया भोगानामकिञ्चित्करत्वमेव, तथापि तदां(द)शे प्रमादसहकारित्वमपि तेषां ।
એક પરિશીલન
૧૫