Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
તે તે કર્મના ઉદયે કાયાની અવિરતિપ્રત્યયિક ક્રિયા કરતા હોય ત્યારે પણ આ દૃષ્ટિમાં રહેલા યોગીઓનું ચિત્ત આગમમાં જ લીન હોય છે. ચિત્તને પકડી રાખનાર આક્ષેપક જ્ઞાનના કારણે, પાંચેય ઇન્દ્રિયોના તે તે વિષયોનો ભોગ ભવનું કારણ બનતો નથી. કારણ કે તે વખતે ચેષ્ટા-પ્રવૃત્તિની શુદ્ધિ હોય છે, જે મનની નિર્મળતાથી થાય છે. પ્રાપ્ત થયેલાં સાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરી અપ્રાપ્ત સાધનોને પ્રાપ્ત કરવાનું કાર્ય આ દૃષ્ટિમાં સરસ રીતે થાય છે. સાધન સાધનાંતરને લાવી ન આપે તો પ્રાપ્ત સાધન સિદ્ધિનાં કારણ નહીં બને. આ દૃષ્ટિમાં સાધનનો ઉપયોગ કરી અપ્રાપ્ત સાધનની પ્રાપ્તિ માટે યોગી પૂર્ણપણે પ્રયત્નશીલ હોય છે. આ દૃષ્ટિની એ એક અદ્ભુત સિદ્ધિ છે. મળેલાં સાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરી ન શકવાના કા૨ણે ઘણાખરા સાધકો સાધનામાર્ગથી વિચલિત બન્યા છે... ઇત્યાદિ અહીં યાદ રાખવું. ।।૨૪-૧૦ના ઉ૫૨ જણાવેલી વાતનું સમર્થન કરાય છે. આશય એ છે કે દશમા શ્લોકમાં ચોવિતમ્ – આ પદથી ‘જેમ કે કહ્યું છે' - એ પ્રમાણે જણાવ્યું હતું, તે હવે જણાવાય છે—
मायाम्भस्तत्त्वतः पश्यन्ननुद्विग्नस्ततो द्रुतम् ।
તન્મધ્યેન પ્રયાત્યેવ, થથા વ્યાયાતવર્જિતઃ ।।૨૪-૧૧||
मायाम्भ इति–मायाम्भस्तत्त्वतो मायाम्भस्त्वेनैव पश्यन्ननुद्विग्नः । ततो मायाम्भसो द्रुतं शीघ्रं । तन्मध्येन मायाम्भोमध्येन प्रयात्येव, न न प्रयाति । यथेत्युदाहरणोपन्यासार्थः । व्याघातवर्जितो मायाम्भसस्तत्त्वेन व्याघातासमर्थत्वात् ।।२४-११।।
યોગદૃષ્ટિસમુચ્ચયમાં (શ્લો.નં. ૧૬૫) પૂ.આ.ભ. શ્રી હરિભદ્ર સૂ. મહારાજાએ ફરમાવ્યું છે કે – “જેમ વૃક્ષની છાયામાં જણાતા પાણીને જેઓ પાણીનો આભાસ સમજે છે – એ પાણી વાસ્તવિક રીતે પાણી નથી એમ માને છે, તેઓ તેમાંથી કોઇ પણ પ્રકારના વિઘ્ન વિના ઉદ્વેગથી રહિતપણે તરત જ નીકળી જાય છે.” - આ પ્રમાણે અગિયારમા શ્લોકનો સામાન્યાર્થ છે.
કહેવાનો આશય સ્પષ્ટ છે કે મૃગજળને જે મૃગજળ સ્વરૂપે જ જાણે છે તે ઉદ્વેગ પામ્યા વિના અવરોધરહિતપણે તે મૃગજળમાંથી જલદીથી નીકળી જાય છે. કારણ કે માયાપાણી વાસ્તવિક રીતે પ્રયાણમાં અવરોધ કરવા સમર્થ જ નથી. આ પ્રમાણે આ શ્લોકથી દૃષ્ટાંતનું વર્ણન કર્યું છે. તેનો ઉપનય હવે પછીના શ્લોકથી જણાવાય છે. ૨૪-૧૧
ઉપર જણાવ્યા મુજબ દૃષ્ટાંતનું વર્ણન કરીને હવે તેનો ઉપનય જણાવાય છે—
એક પરિશીલન
भोगान् स्वरूपतः पश्यंस्तथा मायोदकोपमान् ।
भुञ्जानोऽपि सङ्गः सन् प्रयात्येव परं पदम् ॥२४-१२॥
૧૩