________________
તેમણે વ્યાવહારિક વ્યવસ્થા પણ દીર્ધદષ્ટિ વાપરીને કરેલ હોવાથી જીવનના અંતિમ કાલે પણ તેઓ શાંતિમય જીવન ગુજારતા હતા. પુત્રાદિ પરિવાર પણ વિનીત હેવાથી અંતિમ આરાધનાને ઉચિત સમય જણાતાં તેમણે પરમપૂજ્ય આચાર્ય દેવ વિદયસૂરીશ્વરજી, શ્રી વિજયનંદસૂરિજી, તથા શ્રી વિજયપધસૂરિજીની સમક્ષ ઉપગપૂર્વક સર્વ જીને ખામણાં, ચાર શરણને સ્વીકાર, સુકૃતની અનમેદન, દુષ્કૃતની ગહ અને જિનધર્મની દુર્લભતા ગર્ભિત દેશના શ્રવણ કરી. તેઓ વિ. સં. ૨૦૧૦ આસો વદી ત્રીજની રાતે આઠ વાગે સમાધિપૂર્વક દેવગતિને પામ્યા.
આવા ધમી જીવના વિયોગથી દરેક ગુણાનુરાગી સમજુ જીને દુઃખ થાય એ સ્વાભાવિક છે. પણ થોડી વારમાં ધાર્મિક દ્રષ્ટિએ તેઓ આ પ્રમાણે વિચારે છે કે—જે જ તે મોડે વહેલે જરૂર મરવાને છે. પણ જેમણે દાનાદિ ચાર ભેદે શ્રીજિન ધર્મની પરમ ઉલ્લાસથી સાત્વિકી આરાધના કરી છે તે છે પરભવમાં જરૂર સગતિને જ પામે છે, માટે તેવા ધમી છ શેક કરવા લાયક હોઈ શકે જ નહિ. સમજુ આત્માઓ તે આવા બોધદાયક પ્રસંગમાંથી સાર એ ગ્રહણ કરે છે કે-“જે જી ગયા, તેમની માફક આપણે પણ જવાનું છે. ગમે તેટલો શેક કરીએ તે પણ મરનાર જીવ ફરીથી મળવાને છે જ નહિ. તેમજ જન્મેલે જરૂર મરે જ છે, આ નિયમ પણ ફરવાને નથી. ધનવાન કે નિર્ધન, રાજા કે રંક, પંડિત કે મૂર્ખ વગેરે સૌ કોઈ મરણ રૂપી ત્રાજવામાં એક જ ધડે તેલાય છે. જન્મનું કારણ કર્મો છે. કર્મોને નાશ કરવાનું અસાધારણ કારણ “પરમ ઉલ્લાસથી જિનધર્મની સાનિકી આરાધના કરવી” એ જ છે. તથા આ મરનાર જીવ પણ અમને એ બંધ આપે છે કે-“હે બંધુઓ ! મારી માફક તમારે પણ જરૂર મરણ પામવાનું છે જ. માટે અપ્રમત્ત ભાવે શ્રીદેવ ગુરૂ ધર્મની નિર્મલ આરાધના કરી મુક્તિના અવ્યાબાધ સુખને મેળવજે.”
શ્રી ગુરુ મહારાજની આવી હિતશિક્ષાને હૃદયમાં ધારણ કરીને તેમના ધર્માનુરાગી સુપુત્ર છેસારાભાઈ તથા શેઠ મનુભાઈ વગેરે શેકભાવનાને દૂર કરી ધર્મારાધન
કરવા લાગ્યા,
શેઠ સારાભાઈ તથા મનુભાઈએ પિતાશ્રીના સ્મરણાર્થે અષ્ટાહિકા મહોત્સવાદિ ધાર્મિક વિધાને પણ પૂર્ણ ઉલ્લાસથી કર્યો, અને બંને બંધુઓએ સ્વસંમતિથી આયંબિલ વધે. માન તપ ખાતામાં રૂ. ૫૧૦૧ આપ્યા. તેમના પરિવારમાં શેઠ સારાભાઈએ અને તેમના સધર્મચારિણી શણગારબાઈ એ આયંબિલ વર્ધમાન તપની આરાધના પણ શરૂ કરી છે, બાકીના પરિવારની પણ બીના આ યંત્ર ઉપરથી સ્પષ્ટ સમજી શકાશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org