________________
ઉપાસક હતા. તેમણે શ્રી જિનમંદિર વગેરે ધાર્મિક ક્ષેત્રોમાં, તીર્થયાત્રા, જ્ઞાનપંચમીનું "ઉજમણું, તેમજ શ્રીકદંબગિરિમાં બાવન જિનાલય શ્રી મહાવીર સ્વામીના પ્રાસાદની ભમ. તીમાં મોટી દેરી બનાવવામાં અને અહીંના ડુંગરની ઉપર શ્રી આદીશ્વર ભગવંતને પધરાવવામાં તથા ગિરિરાજ શ્રી સિદ્ધાચળની શીતળ છાયામાં નવાણું યાત્રા ચાતુર્માસ વગેરે ઉત્તમ ધાર્મિક પ્રસંગમાં, તેમજ રહીશાળામાં અંજનશલાકા પ્રતિષ્ઠા પ્રસંગે મૂલનાયક પ્રભુની બાજુની પ્રતિમાની અને બહાર શ્રી સીમંધર સ્વામી વગેરે ત્રણ પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવવામાં તથા વર્તમાન ચોવીશીના શ્રીજિનબિંબ ભરાવવામાં અને તે બધા બિંબની પ્રતિષ્ઠાના અવસરે સાધર્મિક વાત્સલ્ય વગેરે ધાર્મિક પ્રસંગોમાં પણ પૂર્ણ ઉલ્લાસથી ચપળ લક્ષમીને સદુપયોગ કર્યો હતે.
તેઓ અહીંની શ્રી તત્વ વિવેચક સભાના માનનીય પ્રેસીડેન્ટ હતા.
વિ. સં. ૨૦૦૨માં પરમપૂજ્ય ગુરૂ મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સપરિવાર અહીં ચાતુર્માસ રહ્યા હતા. તે વખતે આસો વદિ ધનતેરસે જેસીંગભાઈએ પિતાના વિનીત મોટા ચિરંજીવી સારાભાઈ તથા ચિ૦ મનુભાઈની સાથે શ્રી ગુરૂ મહારાજ તથા પરમપૂજ્ય વિજયસૂરીશ્વરજી મહારાજ પાસે વાસક્ષેપ નખાવીને શુભેચ્છા જણાવી કે “હું મારી મીલકતમાંથી એવી એક રકમ શુભ ખાતે કાઢવા ચાહું છું કે જેના વ્યાજની રકમને સદુપયોગ અનુકૂળતા પ્રમાણે ૧ સાધુ, ૨ સાધ્વી, ૩ શ્રાવક, ૪ શ્રાવિકા, ૫ જિનાગમ, ૬ જિનમંદિર ને ૭ જિનબિંબ રૂપ સાત ક્ષેત્રોમાં અને અન્ય કામમાં પણ થાય.”
આ વચને સાંભળી શ્રીગુરૂ મહારાજે આ રીતે અનુમોદના કરી કે “તમારા જેવા ધનિષ્ઠ જીવેને પિતાની હયાતિમાં આ રીતે કરવું ઉચિત જ છે. હું ઈચ્છું છું કે બીજાઓ પણ આનું અનુકરણ કરે છે તેવી રકમના તેવા સદુપયોગથી થતા લાભના ભાગીદાર થાય. સ્વાધીન લક્ષમીને સંતોષજનક સદુપયોગ કરવાની આ એક આબાદ પદ્ધતિ છે. તેમાં પણ પુત્રાદિ પરિવારની સહાનુભૂતિ હેવાથી ભવિષ્યમાં પણ તેઓ સંપીને આ વ્યવસ્થા જાળવી રાખશે.”
શ્રી ગુરૂ મહારાજનાં આવાં આશીર્વાદ ગર્ભિત અનુમોદનાનાં વચન સાંભળીને ઘણા ઉત્સાહી બનેલા જેસંગભાઈએ તરતજ ઉપર જણાવ્યા મુજબ પધ્ધતિસર વ્યવસ્થા કરી દીધી. તે પ્રમાણે હાલ પણ તેમની ભાવના મુજબ વ્યાજની રકમ વપરાય છે.
શ્રી ગુરૂ મહારાજના ઉપદેશથી રાજનગરમાં પ્રભુ શ્રી મહાવીર દેવના પાંચ કલ્યાયુકેનાં પાંચ વરઘોડા ૪૧ વર્ષોથી નીકળે છે. તેમાં ચૈત્ર સુદ તેરશે (૧૩) જન્મ કલ્યા
* ૧ ચ્યવન કલ્યાણક અષાઢ સુદી ૬ શેઠ વાડીલાલ લલ્લુભાઈ તરફથી હ. ચંચળબેન કે. દીક્ષા કલ્યાણક-કાર્તિક વદ ૧૦ શેઠ દલપતભાઈ મગનભાઈ તરફથી હ. લક્ષ્મીભાભુ. ૪ કેવલજ્ઞાન કલ્યાણુક વૈશાખ સુદ ૧૦ સંધવી શેઠ માણેકલાલ મનસુખભાઈ તરફથી. ૫ નિર્વાણ કલ્યાણક આસો વદ ૦)) શેઠ દલપતભાઈ ભગુભાઈ તરફથી, હ. ગંગામા. (બીજા જન્મ કલ્યાણકની બીના ઉપર જણાવી છે. )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org