Book Title: Deshna Chintamani Part 06
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 13
________________ જન્મભૂમિ છે, એમ ઐતિહાસિક ગ્રંથના તલસ્પર્શી અનુભવથી જાણી શકાય છે. અહીંના શેઠ ધનાશાએ ન્યાયાચાર્ય શ્રીયશવિજ્યજી મહારાજને કાશીના અભ્યાસ કાલમાં શાસ્ત્રીને પગાર દેવાની બાબતમાં બે હજાર સોનારો ખરચી હતી. ત્યાં ન્યાયશાસ્ત્રને તથા તત્વચિંતામણિ શાસ્ત્રનો અભ્યાસ ત્રણ વર્ષ સુધી કરીને તેમણે (શ્રીયશોવિજયજીએ) પંડિતેની સભામાં એક વાદી સંન્યાસીને વાદમાં છ આથી પ્રસન્ન થઈને પંડિતવર્ગો ન્યાયશવિજયજી મહારાજને ન્યાયવિશારદ પદથી વિભૂષિત કર્યા. પછી આગ્રા શહેરમાં ચાર વર્ષ સુધી રહીને બાકીના તાર્કિક ગ્રંથાદિને અભ્યાસ કર્યો અને બનારસીદાસના શિષ્ય કુંવરજીને હરાવ્યું. ત્યાર બાદ વિહાર કરીને અહીં રાજનગરની નાગરીશાળામાં પધાયાં. . અહીં માબતખાન નામે સૂબે હતો. તેણે શ્રીયશોવિજયજીની વિદ્વત્તા સાંભળીને બહુ માનપૂર્વક સભામાં લાવ્યા. અહીં તેમણે ૧૮ અવધાન કર્યા. તેમના આવા બુદ્ધિ ચાતુર્યાદિ ગુણે જોઈને તે સૂબે ઘણે ખુશી થયે. તેણે બહુ માન સહિત ઉપાધ્યાયજીને સ્વસ્થાને પહોંચાડ્યા. આથી જિનશાસનની ઘણું પ્રભાવના થઈ વિ. સં. ૧૭૧૮ માં અહીંના સંઘની વિનતિથી અને શ્રી દેવસૂરિજી મહારાજની આજ્ઞાથી શ્રી વિજયપ્રભસૂરિજીએ શ્રીયશોવિજયજીને ઉપાધ્યાયપદથી વિભૂષિત કર્યા. આવા ઘણુ મહાપુરૂષના વિહારથી પવિત્ર બનેલી આ (રાજનગરની) ભૂમિ છે, તેમ જ ઘણા મહાપુરૂષોએ પુષ્કળ ગ્રંથની રચના પણ અહીં કરી છે, એમ તે તે ગ્રંથના અંતિમ ભાગની પ્રશસ્તિ ઉપરથી જાણી શકાય છે. - આ રાજનગરમાં ઝવેરીવાડે હેરીયા પિળના રહીશ (હાલ ઘીકાંટા રોડ સીવીલ ઈસ્પિતાલની સામે રહેતા) શેરદલાલ જેસંગભાઈ કાલીદાસને જન્મ વિ. સં. ૧૯૨૯ ના ચૈત્ર વદ આઠમે થયો હતો. તેમના ધર્મિષ્ઠ પિતાશ્રીનું નામ શા. કાલીદાસ ભીખાભાઈ અને માતુશ્રીનું નામ જેકેરબાઈ હતું. જૈન ધર્મના દઢ સંસ્કારવાસિત કુટુંબમાં જન્મેલા ભવ્ય જીના ધર્મસંસ્કાર સ્વભાવે જ ઉંચ કોટીના હોય છે. એ પ્રમાણે શેરદલાલ જેસી. ગભાઈના પણ શરૂઆતથી જ ધર્મસંસ્કાર તેવા જણાય છે. વિ. સં. ૧૫ર થી સ્વ. પરમપૂજ્ય પરમોપકારી ગુરૂદેવ આચાર્ય મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમાગમ-વ્યાખ્યાન શ્રવણાદિ શુભ નિમિત્તોને લઈને તેમનામાં દેવગુરૂ ધર્મ પ્રત્યે તીવ્ર લાગણી અને પ્રભુપૂજા તીર્થયાત્રા સામાયિક પ્રતિક્રમણ પૈષધ દાન તપશ્ચર્યા વગેરે ધર્મક્રિયાની આરાધના વિગેરે ગુણે વિશેષ પ્રમાણમાં દિનપ્રતિદિન વધતા ગયા. એગ્ય ઉંમરે વ્યાવહારિક શિક્ષણ લીધા બાદ તેઓ શેરદલાલના ધંધામાં જોડાયા, પરિણામે દેવ ગુરૂ ધર્મના પસાયે આર્થિક સ્થિતિમાં પણ સારે વધારો કરી શકયા. તેમનામાં રહેલા દાનાદિ ગુણેને લઈને રાજનગરની અગ્રગણ્ય વ્યક્તિ એમાં તેઓ ગણાતા હતા. શેરદલાલ જેસીંગભાઈ પૂર્વે જણાવ્યા મુજબ અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત પ્રભુ શ્રી તીર્થંકર દેવે પ્રકાશેલા કેત્તર કલ્પવૃક્ષ સમાન શ્રી જનધર્મના અનન્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 290