Book Title: Bharatiya Path Samiksha
Author(s): S M Katre, K H Trivedi
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 8
________________ તૃતીય આવૃતિ પ્રસંગે નવી આવૃત્તિ નિમિત્તે અનુવાદને પુનઃ અવલોકવાનું પ્રાપ્ત થયું. સદ્ભાગ્યે એક સ્નેહી યુવા મિત્ર ડો. કન્ટેનું મૂળ પુસ્તક મેળવી આપ્યું, જે દ્વિતીય આવૃત્તિ વેળાએ સંયોગવશ મળ્યું ન હતું. આથી સમસ્ત અનુવાદનું સિંહાવલોકન કરવાની તક મળી - તજ્જ્ઞ મિત્રોનાં સૂચન પણ લક્ષમાં લીધાં પરિણામ સ્વરૂપ અનુવાદમાં યથોચિત પરિવર્તન કરી સંસ્કારવાનો પ્રયાસ કર્યો છે. અહીં એકાદ-બે સ્પષ્ટતાઓ અસ્થાને નહિ ગણાય - (૧) “લેખક' શબ્દનો વ્યુત્પત્યર્થ “લહિયો' થાય છે. પરંતુ ગુજરાતી ભાષામાં તેનો પ્રયોગ ઘણું કરીને “ગ્રંથકર્તા અર્થમાં થાય છે. આથી અહીં સર્વત્ર તે શબ્દ આ લોક-પ્રચલિત અર્થમાંજ અભિપ્રેત છે. (૨) Recension' શબ્દ ગ્રંથની “વાચના માટે વપરાય છે વળી 'Critical Recension' ને અધિકૃત વાચના” અથવા “સમીક્ષાત્મક સંસ્કરણ” કહેવામાં આવે છે. આથી પાઠ-સમીક્ષામાં હસ્તપ્રત-સામગ્રી એકત્રિત કરી વંશવૃક્ષરૂપે તેની ગોઠવણી (Heuristics) અનુસંધાન કર્યા પછી અધિકૃત વાચના તૈયાર કરવા માટે પ્રયોજાતી પાઠ-ચયન (વિભિન્ન પાઠોમાંથી યુક્તતમ પાઠની પસંદગી) પ્રક્રિયા (Recensio) માટે “સંસ્કરણ' શબ્દ પ્રયોજ્યો છે. અને અંતે હસ્તપ્રતો દ્વારા પ્રાપ્ત થતો પાઠ અશુદ્ધ જ છે. એવો નિશ્ચય થતાં તેના શુદ્ધિકરણની પ્રક્રિયા માટે સંશોધન' (Emendatio) શબ્દ ઉપયુક્ત છે. વલ્લભવિદ્યાનગર - કે.એચ. ત્રિવેદી

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 162