Book Title: Bharatiya Path Samiksha Author(s): S M Katre, K H Trivedi Publisher: University Granthnirman Board View full book textPage 6
________________ નિવેદન (પ્રથમ આવૃત્તિ) ડૉ. એસ.એમ. કત્રે કૃત 'Introduction to Indian Textual Criticism' નો આ ગુજરાતી અનુવાદ પ્રસ્તુત કરતાં સ્વાભાવિક આનંદ થાય છે. પ્રાચીન ભારતીય સાહિત્ય ઘણુંખરું હસ્તપ્રતો રૂપે સચવાયેલું છે. આ સાહિત્ય-વારસો અતિ સમૃદ્ધ અને મૂલ્યવાન છે તથા તેની જાળવણી લહિયાઓની અનેક પેઢીઓની પરિશ્રમપૂર્ણ અવિરત અનુલેખન પ્રવૃત્તિને આભારી છે. આજે પણ આ વિપુલ હસ્તપ્રત-સામગ્રીનો ઘણો મોટો અંશ હસ્તલિખિત સ્વરૂપમાંથી ગ્રંથકારે પ્રગટ થવાની અપેક્ષાએ પડેલો છે. આથી આ હસ્તપ્રતોને આધારે ગ્રંથના સંપાદનનું કાર્ય ભારતીય સાહિત્યના અભ્યાસની દૃષ્ટિએ સવિશેષ મહત્ત્વ ધરાવે છે. અલબત્ત, આ સંપાદન કાર્ય પ્રાયઃ જટિલ સમસ્યાઓથી સભર હોય છે. એ તો સુવિદિત છે કે પ્રાચીન ગ્રંથોની જે આધુનિક પ્રતિલિપિઓ આપણને આજે ઉપલબ્ધ થાય છે તેમની મૂળ ગ્રંથની વચ્ચે સમયનો લાંબો એવો ગાળો રહેલો હોવાથી આ પ્રતિલિપિઓમાં સહજપણે અલગ અલગ રહેવાનું. આ અશુદ્ધિઓ દૂર કરી ગ્રંથને તેના મૂળ સ્વરૂપે નિર્ધારિત કરવાના કાર્ય માટે સંપાદકને પક્ષે ઊંડા અધ્યયન, અવિરત પરિશ્રમ અને ધૈર્યની અપેક્ષા રહે એ સ્વભાવિક છે. અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને પાઠ-સમીક્ષા શાસ્ત્રનો અભ્યાસ કરવાનો હોય છે. આ વિદ્યાર્થીઓને પાઠ-સમીક્ષા શાસ્ત્રનું અધ્યાપન કરતી વખતે ડૉ. કન્નેના પ્રસ્તુત પુસ્તકનું વધુ સઘન અનુશીલન કરવાની તક સાંપડી. આ લઘુકાય ગ્રંથમાં વિષયની જે વ્યવસ્થિતપણે શાસ્ત્રીય ઢબે વિશદ છણાવટ કરવામાં આવી છે તે આ વિષયના અભ્યાસીને બહુમૂલ્ય સહાય અને પથપ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે. વળી ગુજરાતી ભાષામાં આ વિષયની વિસ્તૃત ચર્ચા કરતું પુસ્તક ઉપલબ્ધ ન હોવાથી વિદ્યાર્થીઓની મુશ્કેલી હળવી કરવાના આશયથી તથા આ ક્ષેત્રમાં કાર્ય કરવા ઈચ્છતા અભ્યાસી વર્ગને પણ ઉપયોગી બને એ હેતુથી આ જ પ્રામાણિક ગ્રંથને ગુજરાતી ભાષામાં અનુદિત કરવાનું ઉચિત સમજી આ પ્રયાસ કર્યો છે. શાસ્ત્રીય ગ્રંથોનું અનુવાદ-કાર્ય અતિશય ઝીણવટભરી ચોક્કસાઈ માંગી લે છે. આ કાર્યમાં મારે સૌથી મોટી સમસ્યા પારિભાષિક શબ્દોની હતી. ગુજરાતી ભાષામાં આ વિષયનું વિસ્તૃત ખેડાણ ન થયું હોવાને કારણે પારિભાષિક શબ્દોમાં મુશ્કેલી અનુભવવી પડી. અંગ્રેજી સિવાયની અન્ય યુરોપીય ભાષાઓ-જેવી કે જર્મન, ફ્રેન્ચ વગેરેના શબ્દોના અનુવાદનું કાર્ય પણ કઠિન હતું. અહીં તે ભાષાઓના તજ્ઞોનો યથાસંભવ લાભ લીધો છે. મૂળ કૃતિને વફાદાર રહીને અનુવાદને શક્ય એટલો સુવાચ્ય બનાવવાનો પ્રયત્ન કર્યો છે.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 162