Book Title: Bharatiya Path Samiksha
Author(s): S M Katre, K H Trivedi
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 5
________________ મને જણાવતાં આનંદ થાય છે કે ગુજરાત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓમાં વિનયન વિદ્યાશાખાના ભાષા-સાહિત્ય વિષયના અધ્યયનઅધ્યાપનમાં ઉપયોગી પ્રમાણભૂત ગ્રંથો પ્રાપ્ય બની રહે તેવી બોર્ડની યોજનાના અનુસરણમાં આ વિષયના તજ્જ્ઞ ડૉ. એસ.એમ. કેગે લિખિત અને ડૉ.કે.એચ.ત્રિવેદી અનૂદિત ભારતીય પાઠ-સમીક્ષા ની તૃતીય આવૃત્તિ(સંશોધિત) બોર્ડ પ્રગટ કરી રહ્યું છે. લઘુગ્રંથની પ્રથમ બે આવૃત્તિને જેવો પ્રતિસાદ સાંપડ્યો છે તેટલો જ ઉમળકાભર્યો આવકાર આ આવૃત્તિને પણ મળશે એવી શ્રદ્ધા છે. આ લઘુગ્રંથ વિદ્યાર્થીઓ, સંસ્થાઓને તો ખરો જ સાથે આ વિષયમાં અભિરુચિ ધરાવનાર જિજ્ઞાસુઓને પણ એટલો જ ઉપયોગી થઈ પડશે એની ખાતરી છે. ' આ ગ્રંથના પ્રકાશન ટાણે, લેખકશ્રી તથા જેઓએ નેપથ્ય રહીને આ લઘુગ્રંથને સુલભ બનાવવા સહકાર આપ્યો છે તે સૌનું ઋણ હું સ્વીકારું છું. યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬. ડિસેમ્બર-૨૦૦૯ શ્રીમતી જયંતી રવિ ઉપાધ્યક્ષ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 162