________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ વિશિષ્ટ પદ્ધતિથી વિકસાવ્યો છે, તેમ લાગે છે. પરંતુ તેથી સાંખ્યદર્શન ઉપનિષદના અદ્વૈતના પ્રત્યાઘાત રૂપે છે, એમ માનવું ઉચિત નહીં ગણાય. વેદાન્ત દર્શનની જેમ સાંખ્યદર્શનને પણ પોતાના સિદ્ધાન્તની પૂર્વભૂમિકા ઉપનિષદ્દમાંથી પ્રાપ્ત થઈ, એટલું જ કહી શકાય.' મહાભારતઃ મહાભારત એક એવું બૃહદ્ મહાકાવ્ય છે કે જેમાં અનેક નીતિકથાઓ, રાજકથાઓ અને દાર્શનિક વિચારોનો ભંડાર ભર્યો છે. તેથી સાંખ્યદર્શનના પણ ઘણા મહત્ત્વના મુદ્દાઓ તેમાંથી પ્રાપ્ત થાય એ સ્વાભાવિક છે. વિશેષતઃ તેના સનસુજાત પર્વ, મોક્ષધર્મપર્વ, ભગવદ્ગીતા અને અનુગીતામાં સાંખ્યચર્ચા થએલી જોવા મળે છે. અહીં પંચશિખનું નિરીશ્વર સાંખ્ય કંઈક વિસ્તારથી નિરૂપાએલું છે. તો મહાભારતમાં ચોવીશ, પચીશ કે છવીશ તત્ત્વોનું પ્રતિપાદન કરતું સાંખ્ય પણ જોવા મળે છે. પરંતુ મહાભારતનું સાંખ્ય વિશેષતઃ સેશ્વર સાંખ્ય હોય તેમ લાગે છે. ગીતામાં પ્રકૃતિ અને પુરુષ એ બંનેને અનાદિ કહ્યા છે અને સર્વ વિકારો તથા ગુણ પ્રકૃતિમાંથી ઉદ્ભવેલા જણાવાયા છે.૧૩-૧૯ તથા પાંચ મહાભૂત, મન, બુદ્ધિ અને અહંકાર એ આઠ તત્ત્વોને પરમાત્માની અપરા પ્રકૃતિ કહી છે તથા જીવભૂતા એવી તેમની બીજી પ્રકૃતિ કહી છે અર્થાત્ પ્રકૃતિ અને પુરુષ બન્ને પરમાત્માના જ તત્ત્વો છે. (5) આમ એક દષ્ટિએ અહીં સેશ્વર સાંખ્ય છે, તો બીજી દૃષ્ટિએ અદ્વૈત વેદાન્ત તરફ ઢળતું સાંખ્ય છે એમ કલ્પી શકાય. . આ ઉપરાંત પુરાણોમાં પણ પ્રસંગોપાત સાંખ્યના કેટલાક અંશોનો ઉલ્લેખ થયો છે. પરંતુ મોટા ભાગે પુરાણો વિષ્ણુ, મહેશ, બ્રહ્મા, શક્તિ આદિ દેવોના ગુણો અને ઐશ્વર્યનું પ્રતિપાદન કરતા હોઈ તેમાં પ્રદર્શિત સાંખ્ય સેશ્વર છે. ચરકસંહિતામાં પણ સાંખનું નિરૂપણ જોવા મળે છે. તેમાં ચોવીસ તત્ત્વોના સમૂહથી યુક્ત ચૈતન્યવાળું શરીર અને તે પણ માનવશરીર તેને જ પુરુષ કહ્યું છે. આ ચોવીસ તત્ત્વો એટલે આઠ પ્રકૃતિ (પાંચ સૂક્ષ્મ ભૂતો, તન્માત્રા, બુદ્ધિ અને અવ્યક્ત) તથા સોળ વિકારો (પાંચ મહાભૂતો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને મન). ચરકસંહિતામાં પુરુષ અને પ્રકૃતિનો અલગ અલગ ઉલ્લેખ નથી. પરંતુ વ્યસ્ એ શબ્દમાં જ બન્નેને સમાવી લેવામાં આવ્યા છે." નિરુક્ત અને વ્યાકરણ: ડૉ. ઈન્દુકલા ઝવેરી યોગ્ય રીતે ધ્યાન દોરે છે કે ભાષાશાસ્ત્ર કે ભાષાવિજ્ઞાન અને