________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ પણ ન્યાયવૈશેષિક દર્શનમાં પ્રતિપાદિત ગુણો સાથે તેમનું જરા પણ સાદગ્ય નથી. વિજ્ઞાન ભિક્ષુના મત પ્રમાણે આ ગુણો સૂક્ષ્મ દ્રવ્ય છે. કારણ કે તેમને પોતાને ગુણ છે. પુરુષના પ્રયોજન માટે તેમની પ્રવૃત્તિ હોવાથી એ સંદર્ભમાં તેઓ ગૌણ છે. તેથી તેમને ગુણ કહ્યા છે અથવા તો પુરુષોને સાંસારિકતામાં બાંધી રાખે છે, તેથી પણ તેમને ગુણ કહેવામાં આવ્યા છે. 1 ગુણો વિકારો દ્વારા અનુમાનથી સિદ્ધ થાય છે. તેઓ ઇન્દ્રિયગમ્ય નથી.૧૮ માનસિક અવસ્થાના દ્યોતક તરીકે જ તેમનું નિરૂપણ કરવું અપૂર્ણ રહેશે. તેનો વ્યાપ બન્ને ક્ષેત્રોમાં છે. એટલું જ નહિ પણ મહાભારત અને પુરાણોમાં આ ત્રણેય ગુણોનો નીતિમત્તા કે ધાર્મિકતા સાથે પણ અનુબંધ કરવામાં આવ્યો છે.) મોટાભાગના દર્શનો અને સામાન્ય માન્યતા પ્રમાણે સૃષ્ટિ એ વાસ્તવિકતા છે. માત્ર શૂન્ય કે આભાસ નથી. તેનાં રૂપો પળે પળે પ્રકટ થાય છે. તેથી પ્રત્યેક પદાર્થ પોતાની વસ્તુલક્ષિતા (Objectivity) દષ્ટાના અનુભવમાં લાવે છે. તેમાં રહેતો નક્કર જથ્થો (Mass) પોતાની સીમામાં બંધાઈને ધૂળરૂપે દેખાય છે. ત્યારે સાંખ્યપરિભાષામાં તેને તામસિક કહી શકીએ. પરંતુ અનુભવ દર્શાવે છે કે આ સ્થૂળતા સ્થિર નથી. સમય અને સંયોગો તેમાં ધીમું કે ઝડપી પરિવર્તન લાવ્યા કરે છે. આ પરિવર્તન રજોગુણને આભારી છે. આ સ્થળ જથ્થો અને પરિવર્તન વસ્તુની સત્તા Existence) ના સંદર્ભમાં છે. તેથી એ બન્નેના મૂળમાં રહેલી સત્તા (Existence) ને પણ સ્વીકારવી રહી. કિશોરલાલ મશરૂવાળાએ 19 તમસ, રજસ્ અને સત્ત્વ ગુણને આ સંદર્ભમાં જ અનુક્રમે પદાર્થની પરિમિતિ, ગતિ અને વ્યવસ્થિતિ કહ્યા છે. સત્ત્વને લઘુ અને પ્રકાશક, રજસને ઉપખંભક અને ચલ તથા તમને ગુરુવરણ શા માટે કહ્યા છે, તે પણ આનાથી સ્પષ્ટ થાય છે. પરંતુ ગુણોનું સામ્રાજ્ય અહી જ સમાપ્ત થતું નથી. મનમાં ઊઠતા વિચારો કે તેમાં ઊઠતી વૃત્તિઓ પણ ત્રિગુણથી આવૃત્ત છે. ભૌતિક સૃષ્ટિ અને માનસિક સૃષ્ટિ એ બન્ને આ ત્રણેય ગુણોના વિવિધ તારતમ્યભર્યા ક્રમચય કે ઉપચય (Permutation and Combination)ને લીધે જ શક્ય બને છે. ભૌતિક સૃષ્ટિનો કોઈપણ પદાર્થ આ ત્રણ ગુણોનો બનેલો છે. તેથી તે ત્રણ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન કરી શકે છે. સુખની, દુઃખની કે મોહની. તેથી સત્ત્વ, રજસ અને તમને અનુક્રમે પ્રીતિ, અપ્રીતિ અને વિષાદાત્મક કહ્યા છે. (સાં.કા. 13)