________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ ગૌડપાદ: ગૌડપાદ (સંભવતઃ ઈ.સ.ની છઠ્ઠી સદી)ની વિચારણા પર બૌદ્ધોના વિજ્ઞાનવાદ અને શૂન્યવાદની સ્પષ્ટ અસર મોટાભાગના વિદ્વાનો માને છે, તો પણ તેમણે શ્રુતિ પ્રતિપાદિત બ્રહ્મનો એકમાત્ર પરમાર્થ સત્ તત્ત્વ તરીકે સ્વીકાર કર્યો છે, તે ભૂલવું ન જોઈએ. ડૉ.સોલોમન યથાર્થ જ લખે છે કે - “એમ કહી શકાય કે મહાયાન સંપ્રદાયના વિચારોમાંથી કેટલીક પ્રેરણા લઈ ઉપનિષદોના તત્ત્વચિંતનને કેવલાદ્વૈતપરક બતાવવાનો સૌ પ્રથમ વ્યવસ્થિત પ્રયાસ ગૌડપાદાચાર્યો કર્યો અને પછી શંકરાચાર્યને માટે કેવળ ઉપનિષદોનો આધાર લઈ ન્યાયપૂર્ણ રીતે કેવલાદ્વૈત દર્શનની સ્થાપનામાં કોઈ મુશ્કેલી ન રહી, કારણ કે ઉપનિષદોમાં યાજ્ઞવક્યના મતમાં પણ આ વિચાર હતો જ, વ્યવસ્થિત રજૂઆત નહોતી.” ગૌડપાદકારિકાનું આગમ પ્રકરણ તરીકે ઓળખાતું પ્રથમ પ્રકરણ માંડૂક્ય ઉપનિષદમાં પ્રસ્તુત જાગ્રદાવસ્થા (વિશ્વ), સ્વપ્રાવસ્થા (તજ), સુષુપ્તિ (પ્રાજ્ઞ) અને તુરીય (ચતુર્થી અવસ્થાનું વિવરણ કરે છે. તેઓ કહે છે કે “આ દૈત માયામાત્ર છે, પરમાર્થતઃ અદ્વૈત છે. તેઓ સ્વપ્ર અને જાગ્રદેવસ્થાના અનુભવોને એકસરખી રીતે મિથ્યા ગણે છે, સિવાય કે એકની કલ્પના મનમાં થાય છે અને બીજામાં પદાર્થો જાણે કે બહાર હોય તેમ તેમની કલ્પના છે. જેમ જાગ્રસ્કાળના અનુભવોથી સ્વપ્રકાલના અનુભવોનો બાધ થાય છે, તેમ સ્વપ્રકાલના અનુભવોથી જાગ્રતકાલના અનુભવોનો બાધ થાય છે અને બન્ને સુષુપ્તિની દષ્ટિએ મિથ્યા છે અને એ પણ તુરીય અવસ્થાની દૃષ્ટિએ મિથ્યા છે.”૧૦ આ રીતે ગૌડપાદે જગત કે તેના આંતર-બાહ્ય સર્વ પદાર્થોનો સંપૂર્ણ નિષેધ કરી અજાતિવાદનું સ્થાપન કર્યું. તેની દલીલ છે કે જે વસ્તુ આદિમાં કે અન્તમાં પણ નથી, તે વચ્ચેના ગાળામાં વર્તમાનમાં) પણ નથી. અસત્ય જેવી હોવા છતાં (અજ્ઞાનીઓ) એમને સાચા જેવી માને છે. आदावन्ते च यन्नास्ति वर्तमानेऽपि तत्तथा / वितथैः सदृशाः सन्तोऽवितथा इव लक्षिताः // 2-6 પૂર્વપક્ષ શંકા કરે છે કે જો (સ્વત અને જાગ્રત) બન્ને અવસ્થાઓમાં દેખાતા ભેદો મિથ્યા હોય, તો એમને જાણનાર, એમની કલ્પના કરનાર કોણ છે ?11 આનો અર્થ સ્પષ્ટ કરતાં ટીકામાં આનંદગિરિ કહે છે કે અહીં એવી શંકા ઉઠાવવામાં આવી છે કે જો બધું મિથ્યા હોય, તો પ્રમાતા-પ્રમાણ વગેરે વ્યવહાર સિદ્ધ નહિ થાય; કર્તા, કરણ, કાર્યની વ્યવસ્થા પણ સિદ્ધ નહિ થાય. જો પ્રમાતા કે કર્તા ઇષ્ટ ન હોય, તો નૈરાય