________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ માત્ર સાહચર્યને લીધે ભાસતો બાહ્ય સંબંધ છે. અને તેનો આધાર તો આપણી ટેવો કે કલ્પના પર છે. આમ કંઈજ નિશ્ચિત નથી. લોકનો અનુભવવાદ કે બર્કલેનો વિજ્ઞાનવાદ પણ કાંઈક નક્કર પ્રતીતિ કરાવી શકે નહીં. વળી હ્યુમ કાર્ય-કારણવાદનો પણ નિષેધ કરે છે. એક ઘટના પૂર્વે બની પછી બીજી ઘટના બની, એટલે આપણે પહેલાની ઘટનાને કારણ અને પછીની ઘટનાને કારણ કહીએ છીએ પણ એમાં અપવાદો હોઈ શકે છે. (કાકતાલીય ન્યાયથી આપણે પરિચિત છીએ જ). આમ હ્યુમ ભૌતિકવાદનો છેદ ઉડાડી દે છે. એટલું જ નહીં તે આધ્યાત્મવાદને પણ નકારે છે. “હું કોણ છું'-એમ પ્રશ્ન પૂછી ઊંડે ઉતરતા સંવેદન અને માત્ર સંવેદનો સિવાય કંઈજ હાથ આવતું નથી તે સ્પષ્ટ કરે છે “હું મારી જાતને જાણવા ગહન આંતર નિરીક્ષણ કરું છું તો કાં તો ઠંડીનું કે ગરમીનું અથવા તો પ્રેમનું કે તિરસ્કારનું કે પછી સુખનું કે દુઃખનું એવું કોઈ સંવેદન જ અનુભવાય છે. આનાથી વિશેષ કોઈ અનુભવ મને થતો નથી, તેથી કોઈ શાશ્વત તત્ત્વ (આત્મા ?)નો હું સ્વીકાર કરી શકતો નથી.” હ્યુમને સંશયવાદી (Skeptic) દાર્શનિક કહેવામાં આવે છે. તે આ કારણે આ દાર્શનિકોનો ઝોક પરિણામ પર નહીં પણ સ્વરૂપ વિષે હોઈ વિશેષ ચર્ચા અહીં અપ્રસ્તુત લાગે છે. આપણે જોયું તેમ આ દાર્શનિકોના સિદ્ધાંતો બે છાવણીઓમાં વહેંચાઈ જાય છે. (1) અનુભવવાદ અને (2) બુદ્ધિવાદ-બન્નેમાંથી કોઈપણ એકને જ અંતિમ માનવામાં કંઈક ચૂકી ગયાની લાગણી થાય છે. તેથી આ બન્ને વાદોનું સંપૂર્ણ સમીક્ષણ કરી કોઈ નિશ્ચિત નિષ્કર્ષ પર આવવું અત્યંત આવશ્યક હતું. આ દુષ્કર કાર્ય પાર પાડ્યું જર્મનીના અત્યંત મેધાવી દાર્શનિક ઈમેન્યુઅલકાને (ઇ.સ. 17241804). કાન્ટ જોઈ લીધું કે બુદ્ધિવાદ જ્ઞાનથી જ બધું શક્ય બને છે તેવો મતાગ્રહ ધરાવે છે તો અનુભવવાદ-ઇન્દ્રિય પ્રત્યક્ષ અનુભવને જ સ્વીકારવાનો દુરાગ્રહ સેવે છે. તેમણે કહ્યું આ બન્ને મતો સર્વાશે સ્વીકારવા યોગ્ય નથી. પ્રત્યક્ષની સામગ્રી વિના વિચાર ખોડંગાય છે તો વિચાર દ્વારા યોગ્ય સંકલનના અભાવમાં વેર-વિખેર સંવેદનો ક્યાંય લઈ જતા નથી. તેથી બન્નેના સદ્દઅંશોનો સ્વીકાર કરી આ આખીય સમસ્યાના ઉકેલની નવેસરથી માંડણી કરવી જોઈએ. કારે તે કરી. તેણે કહ્યું કે કેટલુંક જ્ઞાન એવું છે કે જે માત્ર અને માત્ર અનુભવના આધારે જ મળતું નથી. કેટલીક વિભાવનાઓ સાર્વત્રિક હોય છે, તે જ્ઞાનનો પિંડ બાંધે છે. તેની સાર્વત્રિકતા અંગે નિશ્ચિતતાનો આધાર બુદ્ધિ પર છે. તો જ્ઞાન માટેની સામગ્રી