________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ 83 છે. વિસ્તારના પરિણામો એટલે ગતિ અને સ્થિતિ તો વિચારના પરિણામો કે પર્યાયો એટલે સમજશક્તિ, સંકલ્પશક્તિ વગેરે ગણાવી શકાય. સ્પિનોઝાનો આવો સિદ્ધાંત એક બાજુથી વેદાન્તના અદ્વૈતનું તો બીજીબાજુથી જૈનોના દ્રવ્યનય અને પર્યાયનયનું સ્મરણ કરાવે છે. જર્મન તત્ત્વજ્ઞ લાઇબ્લિઝ (ઇ.સ.પૂ.૧૯૪૬-૧૭૧૬)માને છે કે ડેકાર્ટ અને સ્પિનોઝાએ આપેલું દ્રવ્યનું લક્ષણ (જેનું નિરપેક્ષ સ્વતંત્ર અસ્તિત્વ છે તે દ્રવ્ય) અપૂર્ણ છે. દ્રવ્યનું ખરું લક્ષણ તો તેની ક્રિયાશક્તિ છે. તેથી જે સ્વતંત્ર રીતે ક્રિયાન્વિત થાય છે તે દ્રવ્ય એવું લક્ષણ યોગ્ય છે. આ લક્ષણમાં દ્રવ્યની ગતિ કે પરિણામની સ્પષ્ટતા પણ થઈ જાય છે. લાઈબ્લિઝ એમ પણ પ્રતિપાદિત કરે છે કે આવું દ્રવ્ય સ્વયં ચેતનાથી યુક્ત છે. અને દ્રવ્યો અનેક છે. તે પ્રત્યેક દ્રવ્યને માટે લાઈબ્લિઝ ચિદશુ (Monad) એવી સંજ્ઞા આપે છે. ચિદણ સ્વયં શક્તિ યુત, અવિભાજય અને ઈશ્વર સૃષ્ટ દ્રવ્ય છે. આમ હોવાથી જડત્વ છે જ નહી. બધું જ ચૈતન્યમય છે. જો કે પ્રત્યેક ચિદશુમાં ચેતનની અભિવ્યકિત ઓછી કે વધારે હોઈ શકે. સજીવમાં ચિદણુઓનો સમુહ જેટલો કેન્દ્રીભૂત થયો હોય તેટલો આપણને નિર્જીવ લાગતી વસ્તુઓમાં નથી. એટલો જ માત્ર ભેદ છે. આ માત્રા ભેદને કારણે જગતના દ્રવ્યોના પાંચ પ્રકાર પડે છે. (1) સુષુપ્ત ચેતનની અવસ્થા. દા.ત. ભૌતિક પદાર્થો (2) અર્ધચેતન કે ઉપચેતન અવસ્થા. દા.ત. વનસ્પતિ (3) ચેતન અવસ્થા દા.ત. પશુસૃષ્ટિ (4) સ્વચેતન અવસ્થા-માનવ સૃષ્ટિ અને (5) પરમ ચેતન અવસ્થા-એટલે ઇશ્વર. કેટલાક વિદ્વાનો આ અવસ્થાઓનું તૈત્તિરીય ઉપનિષદમાં નિરૂપિત અન્નમયુ, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય એ પંચકોશ સાથે સામ્ય જૂએ છે. ડેકાર્ટ સ્પિનોઝા વગેરે ૧૭મી સદીનાં દાર્શનિકોને બુદ્ધિવાદી (Rationalist) કહેવામાં આવે છે. તેમના મત પ્રમાણે પદાર્થોના થતાં જ્ઞાનનું મૂળ આપણા જન્મજાત સંસ્કારોમાં પડેલું છે. જન્મજાત વિચારો આંતરિક છે. અંતઃસ્ફરિત છે અને તેથી અનુભવ નિરપેક્ષ છે તથા તેઓ સર્વદેશીય અને નિશ્ચિત છે. પરંતુ ૧૮મી સદીમાં થયેલા ઇંગ્લેન્ડના ત્રણ દાર્શનિકો-જહોન લોક (ઇ.સ. 1632-1784), જ્યોર્જ બર્કલે (ઇ.સ. 1685-1753) અને ડેવિડ હ્યુમ (ઇ.સ. 1711-1776). આ મતનું ખંડન કરે છે. તેઓ અનુભવવાદી મનાયા છે. જ્હોન લોક કહે છે કે જન્મ સમયે મનુષ્યના મનમાં કોઈ વિચાર હોતો નથી. તે મન તો સાવ કોરી પાટી' (Tahularasa) જેવું હોય છે. જન્મથી શરૂ થઈ આગળ જતાં તેણે ઇન્દ્રિય દ્વારા