________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ અનુભવમાંથી પ્રાપ્ત થાય છે, ક્યારેક સંવેદન જ્ઞાનના ઉદ્દભવમાં આવશ્યક હોય છે. સારાંશ કે સમજણ કે જ્ઞાન-વિભાવનાના અભાવમાં એકલી સંવેદના તો અંધ જ છે અને સંવેદના વિનાની સમજણ તો નિરર્થક જ છે-કાન્ટનું આ અંગેનું આ પ્રસિદ્ધ વિધાન છે. Concept without perception is empty and percept without concept is blined. પછી કાન્ટ આગળ વધે છે. ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત સંવેદનોના બે ઘટકો છે. Matter અને Form. ઇન્દ્રિયપ્રત્યક્ષમાં અનુભવાતા શબ્દ, સ્પર્શ વગેરે Matter છે. આ મેટરસામગ્રી સ્વયં વસ્તુની અસરને લીધે બહારથી મળે છે-એટલે કે તે પ્રદત્ત (given) છે. આ પ્રાપ્ત સામગ્રીને આપણું મન સ્થળ-કાળ અને કારણતા (Time-Space and Caustation)ના નિશ્ચિત ક્રમમાં ગોઠવે છે. (તેથી હ્યુમના કારણવાદમાં ભલે સંભાવના' જ હોય તો પણ તેનો બાધ ન થાય ત્યાં સુધી તેનો સ્વીકાર કરવો રહ્યો). આ ગોઠવણીની સમજણ બહારથી નહીં પણ અંતઃસ્કૂરણાથી મળે છે અને આ જે અંતઃસ્કૂરણા છે તે દેશ-કાળ વગેરેથી અને તેમાં સીમિત અનુભવથી નિરપેક્ષ છે તે પણ સ્વીકારવું રહ્યું. આ સમજણ શક્તિના અનુભવ નિરપેક્ષ વિચારરૂપો (catagories) એ જ્ઞાનની પૂર્વ શરત છે. આ મતનો આધાર કાન્ટની એક પ્રસિદ્ધ માન્યતામાં રહેલો છે. તે એ છે કે-વસ્તુના બે સ્વરૂપ છે. એક તો આપણા માનસિક ચશ્માથી જે દેખાય છે તે (Thing as it appears to be) અને બીજી જે પારમાર્થિક રૂપે સતુ છે (Thing as it is), આપણી ચેતના-કે-વિભાવનાથી સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતું સતુ એ જ મૂળતઃ સત્ય છે. તે સર્વવ્યાપી છે. આપણે તેના જ અંશ કે ઘટક હોઈ તેને તેની સમગ્રતામાં પામી શકીએ નહીં તે અય છે. આમ સંક્ષેપમાં કહીએ તો શંકરાચાર્ય જેને વ્યાવહારિક સત્તા કહે છે તે જ કાન્ટની દષ્ટિએ આપણી પકડમાં આવે છે. પણ જે પારમાર્થિક સત્તા છે તે તો દેશ-કાળકારણતાથી સ્વતંત્ર હોઈ વ્યાવહારિક સાધનોથી આપણને જ્ઞાન થઈ શકતો નથી. કાન્ટ પછી પણ યુરોપ અને અમેરિકામાં પણ દાર્શનિકોની ધારા ચાલી જ રહી છે. પણ તેમનો મોહ-રાજનીતિ-સમાજનીતિ(Ethics) સંસ્કૃતિ જેવી બાબતો પર હોઈ વિશુદ્ધ તત્ત્વમીમાંસા ત્યાં ગૌણ બની ગઈ છે. પરિણામવાદની દૃષ્ટિએ આપણને તેમાં ખાસ પ્રાપ્ત થતું નથી. | | |