________________ 82 ભારતીય દર્શનોમાં પરિણામવાદ ફ્રાન્સમાં જન્મેલા રેને ડેકાર્ટ (ઇ.સ. ૧૫૯૬-૧૬૫૦)ને અર્વાચીન દર્શનના પિતા માનવામાં આવે છે. તેમણે યુરોપના અને દેશોનો પ્રવાસ કર્યો અને યુદ્ધનો પણ અનુભવ લીધો. ઉપલબ્ધ લગભગ સર્વ દર્શનોનો પણ અભ્યાસ કર્યો. પણ તેમને સંતોષ થયો નહીં. તેમણે દાર્શનિક સિદ્ધાંતો વિષે શંકાઓ કરવાનું અને તેમનો નિષેધ કરવાનું ચાલુ રાખ્યું અને એ પ્રક્રિયામાં જ એમને ચમકારો થયો કે અન્ય સર્વનો તો નિષેધ કરી શકાય પણ જે નિષેધ કરે છે, શંકા કરે છે, વિચાર કરે છે તેનો તો નિષેધ ન જ થઈ શકે તે તો છે જ અને “તે’ હું જ છું. પછી તેમણે આપેલું નિશ્ચિત વિધાન “હું વિચારું છું', તેથી હું છું. (Cogito Ergo Sum) અત્યંત પ્રસિદ્ધ થયું. ડેકાઈ કહે છે કે આ વિધાન એ કોઈ અનુમાન નથી પણ એક તાર્કિક અનિવાર્યતા અને પ્રતીતિ હોઈ સ્વયં સિદ્ધ છે. આમ ડેકાર્ટ શરીરથી ભિન્ન એવા સ્વયંસિદ્ધ તત્ત્વspiritને સ્વીકારે છે અને તેને જ “મન” કહી શરીર અને મન વચ્ચેના દ્વન્દ્રનું પ્રતિપાદન કરે છે. એ જ રીતે તે જગતના ભૌતિક પદાર્થ (Matter) અને મન (Mind)નું વૈત પણ લગભગ ગણિતની પરિભાષામાં રજૂ કરે છે. તે માને છે કે શરીર એક યંત્ર છે અને જગત પણ યાંત્રિક જ છે. Matter અને Mind વચ્ચે કદી અદ્વૈત શક્ય નથી. આમ ડેકાર્ટ સંપૂર્ણ દ્વૈતવાદી છે. સાંખના પુરુષ-પ્રકૃતિના વૈતની સાથે આ વિચારને ઘણું સામ્ય લાગે છે. વળી શરીર અને મન પરસ્પરથી તદ્દન ભિન્ન હોવા છતાં તેમની વચ્ચે સતત સંકલન તો ચાલે જ છે. તો તે શી રીતે શક્ય બને? ડેકાર્ટ કહે છે કે જે પદ્ધતિથી “હું'નું સ્થાપન થયું તે જ પદ્ધતિથી વિચારને આગળ લઈ જતાં સમજાય છે કે હું તો અપૂર્ણ છું. તેથી કોઈક પૂર્ણ તત્ત્વ પણ હોવું જ જોઈએ. મને પોતાને એ ભાન થાય છે કે એ પરિપૂર્ણ તત્ત્વ તે ઇશ્વર છે. આ ઇશ્વરના કારણે મેટર અને માઇન્ડનું સંકલન શક્ય બને છે. પરંતુ હોલેન્ડમાં થઈ ગએલા બેનેડિકસ સ્પિનોઝા (ઇ.સ.૧૬૩૨-૧૯૭૭) ડેકોર્ટના ચુસ્ત દ્વૈતવાદનો વિરોધ કરે છે. સ્પિનોઝા માને છે કે અંતિમ તત્ત્વ તો એક જ હોઈ શકે અને તે તત્ત્વ જેને ઇશ્વર કહી શકાય-સ્વતંત્ર અને નિરપેક્ષ છે. એના અસ્તિત્વ માટે અન્ય કોઈનો આધાર લેવાની જરૂર નથી. તે તત્ત્વ-દ્રવ્ય-કે ઈશ્વર સર્વ વ્યાપક છે, તેમાં સર્વકંઈનો સમાવેશ થઈ જાય છે. વળી ઇશ્વરના ગુણ-ગુણધર્મો અનંત છે. પણ મનુષ્યને તેમાંથી માત્ર બે જ ગુણધર્મો-વિચાર અને વિસ્તાર સમજમાં આવે છે. વિસ્તારને કારણે આપણને ભૌતિક જગતનો અનુભવ થાય છે તો “વિચાર'ના પરિણામે આપણને જ્ઞાન અને તેના દ્વારા માનસિક જગત કે ઇશ્વરની સમજણ આવે છે. આમ ડેકાર્ટ જેને દ્વૈત કહે છે તે ખરેખર તો એક જ ઈશ્વરના ગુણધર્મોમાંથી ફલિત થાય છે. પદાર્થનું વૈવિધ્ય પણ એ જ કારણે છે. તેને વિશેષ સ્પષ્ટ કરતા સ્પિનોઝા કહે છે તે ઉપરાંત જે ગતિ