________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ હેરાક્લીટસ સાચા છે. પરંતુ બધું જ પરિવર્તન છે એવો તેમનો મત સ્વીકારી શકાય નહિ. આ બન્ને મતોમાં રહેલી આંશિક ક્ષતિઓનું કારણ કેવળ એક જ તત્ત્વનો મૂળભૂત રીતે સ્વીકાર કરવામાં પડેલું છે. તેના સમાધાનમાં એપેડોકલીઝ એક કરતા વધારે તત્ત્વોબહુતત્ત્વવાદના સ્વીકારમાં શોધે છે. તેઓ માને છે કે મૂળમાં અનાદિ અનંત એવા ચાર તત્ત્વો છે-પૃથ્વી, જળ, વાયુ અને અગ્નિ. આ ચાર તત્ત્વોના સંયોજન અને વિભાજન દ્વારા જગતના સર્વપદાર્થોની ઉત્પત્તિ અને વિનાશને સમજાવી શકાય છે. ભારતીય દર્શનમાં આ તત્ત્વોને “ભૂત” કે “મહાભૂત' કહે છે. એમ્પોડોકલીઝ તેને "Rootd' કહે છે. પણ જો તત્ત્વો અપરિવર્તનશીલ હોય તે તેમના સંયોજન-વિસર્જન કેવી રીતે થાય ? એમ્પોડોકલીઝ સ્પષ્ટતા કરે છે કે આ તત્ત્વોમાં બે પરિબળો કામ કરે છે. પ્રેમ અને પ્રતિરોધ (Love and strife) તેમના કારણે આ સંયોજન વિસર્જન શક્ય બને છે. એમ્પોડોકલીઝ એમ પણ માને છે કે આ ચારેય તત્ત્વો સૂક્ષ્મ રીતે આંખોમાં પણ રહેલા છે. તેથી જ એમનું ઇન્દ્રિય પ્રત્યક્ષ શક્ય બને છે. ઇ.સ.પૂ.પ00 થી 428 વચ્ચે થઈ ગએલ ગ્રીક ચિંતક એનેક્ઝાગોરસ ઉપરના મતમાં સુધારો કરી સૂચવે છે કે માત્ર ચાર જ મૂળ તત્ત્વો છે એમ નહીં પમ અસંખ્ય તત્ત્વો છે. એટલું જ નહીં એ સર્વ તત્ત્વોમાં બધા જ તત્ત્વો પણ આંશિક રૂપે રહે છે. એટલે કે અંતિમ તત્ત્વ એ સર્વનો સમાવેશ કરતા બીજ (seed) રૂપે છે. પદાર્થો તો પોતાના મૂળરૂપે મૌલિક છે. તેમનું રૂપાંતર ન થઈ શકે. પણ જો આ પદાર્થોનું મૂળ સ્વરૂપ વ્યક્ત છે, તો તેમાં અવ્યક્તરૂપે બીજા તત્ત્વો પણ રહેલા છે. આ વાદ કંઈક અંશે સાંખના અવ્યક્ત-વ્યક્ત તત્ત્વની વિચારણા સાથે સામ્ય ધરાવતો લાગે છે. આ અનંત તત્ત્વોના અનંત સંયોજનો થાય છે અને એ સંયોજન માટે ગતિ આપનાર પણ એક તત્ત્વને એનેકઝાગોરસ માને છે. એ તત્ત્વને તે Nous અથવા Logos (બુદ્ધિ) કહે છે તે પણ નોંધી લઈએ. આ નિસર્ગવાદી ગ્રીક ચિંતકોની શૃંખલાના અંતિમ પણ સમર્થ ચિંતક હતા. ડિમોક્રિટસ (ઇ.સ.પૂ.૪૬૦-૩૭૦). તેઓ એજીઅન સાગરતટ પરના એમ્બડેરા નગરના હતા. અંતિમ તત્ત્વની બાબતમાં તેમણે બહુતત્ત્વવાદનો સ્વીકાર કર્યો પણ સાથે સાથે તેમાં વધારે ઝીણવટથી આગળ વધી તેમણે કહ્યું કે પ્રત્યેક તત્ત્વનું વિભાજન કરતાં કરતાં અંતે જ્યાં અટકી જવાય છે તે છેવટનું તત્ત્વ પરમાણુ છે અને આ પરમાણુઓ જ અંતિમ તત્ત્વો છે. એમના જ સંયોજનોથી વિવિધ પદાર્થો બને છે અને એ પરમાણુઓ