________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ 79 વિભક્ત થતા પદાર્થ નાશ પામ્યો એમ કહેવાય છે. વિભક્ત થયેલા પરમાણુઓ ફરીથી નવેસરથી સંયોજાય ત્યારે વળી નવો પદાર્થ આકાર ધારણ કરે છે. પ્રત્યેક પરમાણુ અનાદિ, અનંત અને અવિભાજય છે. ગતિ એ પરમાણુનો સ્વાભાવિક ધર્મ છે. તેનાથી જ સંયોજન-વિભાજન શક્ય બને છે. તે માટે આત્મા કે ઇશ્વરને વચ્ચે લાવવાની જરૂર નથી. કોઈપણ જાતના બાહ્ય ઉપકરણની સહાય વિના આમ ડિમોક્રિટસે પરમાણુવાદનો સિદ્ધાંત આપ્યો છે, તેમાં તેમની મહત્તા દેખાઈ આવે છે. સાંપ્રત સમયના ભૌતિક વિજ્ઞાનમાં પણ પરમાણુવાદ-ભલે અત્યંત વિકસિત સ્વરૂપે જોવા મળે જ છે. તો ભારતીય દર્શનોમાં પણ એક કે બીજી રીતે પરમાણુવાદ ડોકાય જ છે. જો કે વૈશેષિક દર્શનના આચાર્ય મુનિ કણાદે પણ પરમાણુવાદનો સિદ્ધાંત આપ્યો જ છે. સમયની દષ્ટિએ એમની અને ડિમોક્રિટસની વચ્ચે બહુ અંતર નથી એ પણ એક સુખદ આશ્ચર્ય છે ! નિસર્ગવાદી ગ્રીક ચિંતકોના યુગ પછી સમયાંતરે ગ્રીસમાં સોફિસ્ટોનો યુગ આવ્યો. તેઓ વાદ-વિવાદની કળાના ઉસ્તાદો હતા. પણ એમાંથી જીવનની મૂળભૂત સમસ્યાઓનું સમાધાન મળે તેમ ન હતું. એટલે જ એમની વચ્ચે પણ એમના ઐહિક પ્રલોભનોથી ઘણા જ ઊંચે સ્થાને-રહેનાર સોક્રેટીસના આગમનને માત્ર ગ્રીક દર્શનની જ નહીં પણ વિશ્વના સર્વ દર્શનોની ચિંતન ધારામાં એક નૂતન ઉન્મેષ તરીકે વધાવી લેવામાં આવ્યું. સોક્રેટીસની મૂળ શોધ સત્યની-સત્ તત્ત્વની જ રહી હતી. પણ તેમણે કોઈ લખાણ કર્યું નથી. એમના વિચારોને પોતાની આગવી રસાળ શૈલીમાં રજૂ કર્યા. એમના જ શિષ્ય પ્લેટોએ (ઇ.સ.પૂ.૪૨૭-૩૪૭). પ્લેટોનો મુખ્ય ઉદ્દેશ સદાચાર, જ્ઞાન અને ઉચિત શિક્ષણ દ્વારા એક આદર્શ રાજ્યના નિર્માણનો હતો. પરંતુ તે માટે જગતના સ્વરૂપનો સમ્યફ વિચાર અને તેના દ્વારા જગત સાથેના સંબંધનો પણ વિચાર આવશ્યક છે તેમ તેઓ માનતા હતા. તેથી તેમણે એ દિશામાં સૂક્ષ્મ અવગાહન કર્યું છે. તેઓ હેરાક્લીટસની એ વાત સાથે સંમત છે કે બધું જ સતત પરિવર્તન પામે છે. આજે જે ભૌતિક પદાર્થ દેખાય છે તે ક્રમશઃ ક્ષીણ થઈ નાશ પામે છે. પરંતુ તેથી કોઈ જ અપરિવર્તનશીલ તત્ત્વ જ નથી એમ ન કહી શકાય. આ પરિવર્તનશીલ જગત ઇન્દ્રિયગમ્ય છે. એને તે આપણી સામે અલપઝલપ જ આપે છે, પણ તેની પાછળ એક અપરિવર્તનશીલ જગત છે. જે બુદ્ધિથી જ સમજી શકાય છે. પ્રત્યેક ઇન્દ્રિયગમ્ય પદાર્થ એ તો તેની પાછળ રહેલા મૂળ અમૂર્ત તત્ત્વનો જ અણસારો આપે છે. એ અમૃત તત્ત્વને પ્લેટો Idea રૂપ તત્ત્વ કહે છે. આપણે અનેક અશ્વો, બિલાડીઓ વગેરે જોઈએ છીએ. તેઓ જન્મે છે અને મરે પણ છે. પણ એમનામાં એવું કોઈ વિશેષ રૂપતત્ત્વ છે કે જન્મતું